<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ગાંધીનગર-અમદાવાદ વિસ્‍તારમાં વન કવચ

સામાજિક વનીકરણ ક્ષેત્રે નર્સરીમાં રોપા તૈયાર કરવા પ૦ કરોડની જોગવાઇ

ગાંધીનગર, તા. ૧૮: વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. ૩૫૬૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

કચ્‍છના બન્ની પ્રદેશમાં આવેલ છારી-ઢંઢ જળપ્‍લાવિત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રામસર સાઇટમાં સમાવેશ થયેલ છે. આ સાથે જ રામસર સાઇટમાં સામેલ ગુજરાતના સ્‍થળોની સંખ્‍યા વધીને પાંચ થઇ છે. વધુમાં, વન વિસ્‍તાર બહાર વળક્ષ આવરણમાં વધારો કરવામાં આપણું રાજ્‍ય દેશમાં મોખરે છે.

વન વિસ્‍તાર બહારના વિસ્‍તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા રૂ. ૭૫૦ કરોડની જોગવાઇ.

વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે રૂ.  ૬૬૭ કરોડની જોગવાઇ.

વન્‍યપ્રાણીની વ્‍યવસ્‍થા અને વિકાસ માટે રૂ. ૪૬૯ કરોડની જોગવાઇ.

વળતર વનીકરણ તેમજ અન્‍ય વન વિકાસલક્ષી કામગીરીઓ માટે રૂ. ૩૭૨ કરોડની જોગવાઇ.

વનોની ગીચતા વધારવા ટકાઉ વન વ્‍યવસ્‍થાપન માટે JICA પ્રોજેકટ હેઠળ રૂ. ૨૫૮ કરોડની જોગવાઇ.

જિલ્લા અને તાલુકા સ્‍તરે માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા રૂ. ૧૦૨ કરોડની જોગવાઇ.

૧૦ નવીન ઘાસ ગોડાઉન બાંધકામ અને કચ્‍છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રીસ્‍ટોરેશન માટે રૂ. ૬૮ કરોડની જોગવાઇ.

સામાજિક વનીકરણ ક્ષેત્રે નર્સરીઓમાં મોટા રોપા તૈયાર કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ.

તળણભક્ષી પ્રાણીઓ માટે બ્રીડિંગ સેન્‍ટર બનાવવા અને ડીસા ખાતે ઙ્કાણી સંગ્રહાલય બનાવવા રૂ. ૪૦ કરોડની જોગવાઇ.

નદીઓના બન્ને કાંઠે સઘન વાવેતર થકી રીવરાઇન લેન્‍ડસ્‍કેપ રીસ્‍ટોરેશન એન્‍ડ ડેવલપમેન્‍ટ તેમજ ગ્રીન વોલ ઓફ અરવલ્લી હેઠળ રૂ. ૩૨ કરોડની જોગવાઇ.

હેરીટેજ વળક્ષોના રક્ષણ માટે એગ્રો ફોરેસ્‍ટ્રી તેમજ હેરીટેજ ટ્રી ટુ ફાર્મર્સ માટે રૂ.  ૨૬ કરોડની જોગવાઇ.

ગાંધીનગર અને અમદાવાદ વિસ્‍તારને ‘વન કવચ' હેઠળ સુશોભિત કરી હરિયાળુ બનાવવા રૂ. ૨૫ કરોડની જોગવાઇ.

ઇકો ટુરિઝમ અને દરિયાઇ પર્યટન વિકસાવવા તેમજ આઇલેન્‍ડ વિકસાવવા માટે રૂ. ૨૦ કરોડની જોગવાઇ.

(3:51 PM IST)