News of Wednesday, 18th February 2026
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાઃ ખાતેદારોને આકસ્મિક મૃત્યુ વખતે સહાય
વેલ્યુ ઍડીશન અને ઍગ્રો પ્રોસેસીંગ માટે ઍકસેલન્સના સમ્પ

ગાંધીનગર : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.૨૪૦૨૨ કરોડની જોગવાઇ
પાક કૃષિ વ્યવસ્થા
ખેડૂતોને વીજ સહાય આપવા રૂ. ૯૩૨૪ કરોડની જોગવાઇ.
સૂક્ષ્મ સિંચાઇ માટે રૂ. ૧૨૫૦ કરોડની જોગવાઇ.
કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેક્ટર ખરીદી સહાય માટે રૂ. ૮૦૦ કરોડની જોગવાઇ.
કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય માટે રૂ.૭૬૫ કરોડની જોગવાઇ.
નાના ગોડાઉન બનાવવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત અંદાજિત ૧૫ હજાર ૪૩૬ ખેડૂતોને રૂ. ૧ લાખ સહાય આપવા રૂ. ૧૫૪ કરોડની જોગવાઇ.
ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં રૂ. ૪ લાખ સુધીનું વીમા રક્ષણ આપવા રૂ. ૧૪૬ કરોડની જોગવાઇ.
અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રીપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા રૂ. ૭૭ કરોડની જોગવાઇ.
ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવા મુખ્યમંત્રી સોઈલ હેલ્થ અભિયાન માટે રૂ. ૧૪ કરોડની જોગવાઇ.
ડાંગર, કઠોળ પાક, તેલીબિયાં પાક, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ ઍડીશન અને ઍગ્રો પ્રોસેસીંગ માટેના છ (૬) સેન્ટર ઓફ ઍક્સલન્સ કેન્દ્ર ઉભા કરવા રૂ.૧૨ કરોડની જોગવાઇ.
જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા રૂ. ૧૦ કરોડની જોગવાઇ.
બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ રૂ. ૭૯૮ કરોડની જોગવાઇ.
ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમથી ખેડૂતોની આવક વધારવા રૂ. ૩૦ કરોડની જોગવાઇ.
રાઈઝોમેટીક(આદુ અને હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ માટે રૂ. ૧૨ કરોડની જોગવાઇ.
રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ જામનગર, ભૂજ અને ખેડબ્રહ્મા ખાતેની કોલેજોમાં માળખાકીય સુવિધા ઊભી કરવા તેમજ કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકીકરણ, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે રૂ. ૧૦૬૩ કરોડની જોગવાઇ.
પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂ.૩૯૨ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂ. ૫૦૦ કરોડની જોગવાઇ.
કામધેનુ યુનિવર્સિટીના પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે રૂ. ૪૨૪ કરોડની જોગવાઇ.
ગાભણ પશુ અને વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજનામાં કુલ ૧ લાખ ૫૩ હજાર લાભાર્થીઓ આવરી લેવા રૂ. ૬૧ કરોડની જોગવાઇ.
રાજ્યમાં ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ.૫૬ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ. ૫૨ કરોડની જોગવાઇ.
દરેક જિલ્લાની પશુ કલ્યાણ સમિતિને સહાય માટે રૂ. ૩૪ કરોડની જોગવાઇ.
મોટા દુધાળાં પશુના ડેરી ફાર્મ માટે રૂ. ૩૨ કરોડની જોગવાઇ.
કામધેનુ યુનિવર્સિટી હેઠળ ભૂજ અને હિંમતનગર ખાતેની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયનાં સુદ્રઢીકરણ માટે રૂ. ૧૮ કરોડની જોગવાઇ.
ખેડૂતો-પશુપાલકોને સુધારેલ જાતના બિયારણ મીનીકીટ પૂરી પાડવા અને ચાફકટરની ખરીદી પર સહાય આપવા રૂ. ૧૬ કરોડની જોગવાઇ.
સેક્સ્ડ સીમેન ડોઝના ઉત્પાદન માટે રૂ. ૧૩ કરોડની જોગવાઇ.
પશુઓમાં વંધ્યત્વ નિવારણ માટેના કેમ્પ આયોજિત કરવા રૂ. ૧૩ કરોડની જોગવાઇ.
મરઘા પાલન માટે આર.આઈ.આર. પક્ષી ઍકમ અને બ્રોઇલર પક્ષી ફાર્મ માટે સહાય આપવા રૂ. ૧૨ કરોડની જોગવાઇ.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
