<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

વૈશ્વિક હોકી સ્‍ટેડીયમ બનાવાશે, ૪ સ્‍માર્ટ જિલ્લા ગ્રંથાલયો

 

ગાંધીનગરઃ રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓનો વિભાગ માટે કુલ રૂા.૨૦૦૬ કરોડની જોગવાઇ કરાયેલ.

રાજ્‍યના ઐતિહાસિક અને સાંસ્‍કળતિક વારસાને ઉજાગર કરવા તથા યુવાનો અને રમતવીરોને પ્રોત્‍સાહન આપી રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે અને તેમની પ્રતિભાનો દેશ અને દુનિયાને પરિચય થાય તેવા આયોજનો અમારી સરકારે સફળતાપૂર્વક અમલમાં મૂકયા છે.

રમતગમત ક્ષેત્રે રૂા.૧૩૩૧ કરોડની જોગવાઇ

અમદાવાદને ઓલિમ્‍પિક રેડી સિટી બનાવવા અને SVP સ્‍પોર્ટસ એન્‍ક્‍લેવના વિકાસ માટે રૂા.૫૦૦ કરોડની જોગવાઇ.  વિવિધ જિલ્લાઓમાં સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષના ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરના વિકાસ અર્થે રૂા.૧૬૫ કરોડની જોગવાઇ. અમદાવાદ-ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂા.૧૦૧ કરોડની જોગવાઇ. કરાઈ ખાતે ઓલિમ્‍પિક કક્ષાનું ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઊભું કરવા રૂા.૧૦૦ કરોડની જોગવાઇ. ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્‍સ સેન્‍ટરના નિર્માણ માટે રૂા.૧૦૦ કરોડની જોગવાઇ. વૈશ્વિક કક્ષાના હોકી સ્‍ટેડીયમના નિર્માણ માટે રૂા.૯૦ કરોડની જોગવાઇ.

પુરાતત્‍વ અને સંગ્રહાલય ક્ષેત્રે રૂા.૨૨૬ કરોડની જોગવાઇ

રાજ્‍ય રક્ષિત પુરાતત્‍વીય સ્‍મારકોના વિકાસ અને સંરક્ષણ માટે રૂા.૫ કરોડની જોગવાઇ. ગ્રંથાલયો માટે રૂા.૧૮૨ કરોડની જોગવાઇ. જિલ્લા તથા તાલુકા ગ્રંથાલયોના નિર્માણ માટે રૂા.૧૨૮ કરોડની જોગવાઇ. ૪ સ્‍માર્ટ જિલ્લા ગ્રંથાલયોના વિકાસ માટેનું આયોજન છે. નવરચિત ૧૭ તાલુકા મથકો ખાતે નવા ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન છે.

 યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓની કચેરી

ગુજરાતની ધરોહરને ઉજાગર કરવા સાંસ્‍કળતિક કાર્યક્રમોના આયોજન માટે રૂા.૮ કરોડની જોગવાઇ.

નિયામકશ્રી, અભિલેખાગાર હસ્‍તકની કચેરીઓના આર્કાઇવલ રેકર્ડના સંરક્ષણ અને પુનઃ સ્‍થાપન માટે રૂા.૩ કરોડની જોગવાઇ

(4:48 PM IST)