<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ઇમરજન્‍સી રીસ્‍પોન્‍સ સમય ઘટાડવા ત્રણ હજાર નવા માનવબળનું આયોજન

ગુજરાત પોલીસ માટે ડેટાફયુઝન સેન્‍ટર સ્‍થપાશે

ગાંધીનગરઃ માર્ગ સલામતીના પગલા વધારવા રાજ્‍યની કટોકટી સેવાઓને ડાયલ-૧૧૨ જનરક્ષક પ્રોજેકટ હેઠળ આવરી લીધેલ છે. જેથી ઇમરજન્‍સી રિસ્‍પોન્‍સ સમયમાં વધુ ઘટાડો થશે. જેના અસરકારક અમલીકરણ માટે વિવિધ સંવર્ગનું ત્રણ હજાર માનવબળ ઊભુ કરવાનું આયોજન છે.

ગુજરાત પોલીસ માટે Data Fusion Centre & Centre of Excellence for AI in Policingની સ્‍થાપના કરવામાં આવશે. જે તમામ મહત્‍વપૂર્ણ પોલીસ ડેટાનું સંકલન કરી વિશ્‍લેષણ કરશે. આ પ્રોજેકટ માટે રૂા.૬૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્‍યના કાયદો અને વ્‍યવસ્‍થા તેમજ પ્રજાજનોની સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ માટે અત્‍યાધુનિક ટેકનોલોજીથી આગામી પાંચ વર્ષમાં ૨૦,૪૪૪ જેટલા રહેણાક મકાનો પૂરા પાડવા માટેનું આયોજન છે. જે માટે આ બજેટમાં રૂા.૧૫૭૧ કરોડની જોગવાઇ સૂચવું છું.

PMJAY ના ધોરણે રાજ્‍ય સરકારના ૬ લાખ ૪૦ હજાર જેટલા કર્મયોગીઓ તેમજ પેન્‍શનરોને રૂા.૧૦ લાખ સુધીની કેશલેશ તબીબી સારવારનું સ્‍વાસ્‍થ્‍ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

માનનીય મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતળત્‍વમાં અમારી સરકાર ‘‘ર્અનિંગ વેલ-લીવીંગ વેલ'' પર ફોકસ કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે.

માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં અમારી સરકારનું સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ અપનાવતું પાંચ સ્‍તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવળત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ ૨૦૨૬-૨૭નું રૂા.૪ લાખ ૮ હજાર ૫૩ કરોડનું (રૂા.૪,૦૮,૦૫૩ કરોડ) વિક્રમી અંદાજપત્રમાં રજૂ કરું છું.

(4:00 PM IST)