<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

વાવણી વેચાણ સુધી સરકાર ખેડૂતોની સાથેઃ પ્રાકૃતિક ખેતીને પ્રોત્‍સાહનઃ સેન્‍ટર ઓફ એકસેલન્‍સ સ્‍થપાશે

 

ગાંધીનગર, તા.૧૮: જગતના તાત એવા અન્નદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્‍ય સરકાર હરહંમેશ તેમની પડખે ઊભી રહી છે.

રાજ્‍યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા રૂા.૧૧ હજાર કરોડથી વધુના કળષિ રાહત પેકેજથી ૩૩ લાખથી વધુ અસરગ્રસ્‍ત ખેડૂતોને તાત્‍કાલિક સહાય પહોંચાડવામાં આવેલ છે.

‘‘વાવણીથી વેચાણ સુધ'' ખેડૂતની સાથે રહી તેને ચડ-ઉતર થતા બજારના ભાવોમાં મદદ કરવા ૯ લાખ ૫૦ હજારથી વધુ ખેડૂતો પાસેથી રૂા. ૧૮ હજાર કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસની ટેકાના ભાવે ખરીદી કરેલ છે.

ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્‍પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્‍વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્‍ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કળષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ઈં ૧૫૬૫ કરોડની જોગવાઇ સૂચવું છું.

વધુમાં વધુ ખેડૂતો પાકળતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્‍યાપ વધારી પ્રોત્‍સાહન આપવા સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્‍ધ કરાવવા, માર્કેટીંગ અને બ્રાન્‍ડ પ્રમોશન તથા હેન્‍ડ હોલ્‍ડીંગ અને સર્ટીફીકેશન સહાય માટે રૂા.૩૯ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્‍યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્‍યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટે છ (૬) સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ કેન્‍દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે રૂા.૧૨ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્‍યમાં બાગાયત ક્ષેત્ર હેઠળનો વિસ્‍તાર છેલ્લા બે વર્ષમાં લગભગ બે લાખ હેક્‍ટરથી વધુ વિસ્‍તર્યો છે અને ફળ-શાકભાજી સહિતનું કુલ ઉત્‍પાદન ૨૧ લાખ મેટ્રિક ટનથી વધુ થયું છે

રાજ્‍યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારતાં પર ‘‘ડ્રોપ મોર ક્રોપ'' સૂક્ષ્મ સિંચાઇ યોજના હેઠળ અત્‍યાર સુધીમાં કુલ ૨૫ લાખ હેકટર વિસ્‍તાર આવરી લેવાયેલ છે. બાકી રહેતા વિસ્‍તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે.

દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે રૂા. ૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે ઈં ૪૭૩ કરોડ તથા કચ્‍છની યોજના માટે રૂા.૧૩૩૩ કરોડ એમ કુલ રૂા. ૩૦૪૩ કરોડની જોગવાઇ સૂચવું છું.

ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ પોતાની પ્રવળત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્‍યાજ સહાય આપવા ઈં ૧૫૩૯ કરોડની જોગવાઇ કરું છું. 

સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે. જેમાં અનાજ સંગ્રહથી લઇને રાજ્‍યના ૪ ઝોનમાં બાયો સીએનજી પ્‍લાન્‍ટની સ્‍થાપના કરવામાં આવશે. જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફયુઅલ ઉપલબ્‍ધ થશે. જેના માટે રૂા.૧૧૨ કરોડની જોગવાઇ સૂચવું છું

(4:03 PM IST)