<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ડેમોની સલામતી માટે ૬૦૩ કરોડ ખર્ચાશેઃ સુજલામ સુફલામ યોજના માટે ૧૪૨૦ કરોડ

 

ગાંધીનગરઃ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ માટે કુલ રૂ.૨૫૯૬૦ કરોડની જોગવાઇ  જળસંપત્તિ પ્રભાગ માટે રૂ.૧૩૯૪૪ કરોડની જોગવાઇ કરાયાનું નાણામંત્રીએ જણાવ્‍યું હતું.

દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે રૂ.૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે રૂ.૪૭૩ કરોડ તથા કચ્‍છની યોજના માટે રૂ.૧૩૩૩ કરોડ એમ કુલ રૂ.૩૦૪૩ કરોડની જોગવાઇ.

હયાત સિંચાઇ માળખાના વિસ્‍તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે રૂ.૧૪૨૦ કરોડની જોગવાઇ.

ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા માટે મોટા ચેકડેમ-વિયર બાંધવા રૂ.૮૯૬ કરોડની જોગવાઇ.

ડેમ સેફ્‌ટી માટે રૂ.૬૯૩ કરોડની જોગવાઇ.

સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે. જે માટે રૂ.૧૭૦૦ કરોડની જોગવાઇ.  સરદાર સરોવર યોજના માટે કુલ રૂ. ૩૩૧૭ કરોડની જોગવાઇ

અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્‍તારમાં(ફેઝ-૨) સિંચાઈ સુવિધા વધારવા માટે ઈં ૬૦૦ કરોડની જોગવાઇ.

પાણી પુરવઠા પ્રભાગ માટે રૂ.૬૯૮૪ કરોડની જોગવાઇ

લોકોના આરોગ્‍ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુકત પીવાનું પાણી નિયમિત રીતે મળી રહે તે માટે રાજ્‍ય સરકાર ભગીરથ પ્રયત્‍નો કરે છે.

ધોલેરા Special Investment Regionને પાણીનો પ્રવાહ અવિતરપણે મળી રહે તે માટે નવીન ૧૦૦ એમ.એલ.ડી બલ્‍ક પાઇપલાઇન નેટવર્ક માટે રૂ. ૬૫૦ કરોડના કામોનું આયોજન.

આદિજાતિ વિસ્‍તારના કુલ ૧૪ જિલ્લાઓના ૬૫૧ ગામોને આવરી લેતી ૨૬ જૂથ યોજનાઓ માટે રૂ.૨૮૦ કરોડની જોગવાઇ.

રાજ્‍યના આદિજાતિ અને અન્‍ય વિસ્‍તારો માટે મહત્‍વની યોજનાઓની કામગીરી જેમાં મુખ્‍યત્‍વે,

સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં ભવિષ્‍યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્‍ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે. જેમાં,

અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકી થી નાવડા સુધીની બલ્‍ક પાઇપલાઇન માટે રૂ.૧૦૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ.

સામાન્‍ય વિસ્‍તાર તેમજ આદિજાતિ વિસ્‍તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ગામોમાં પાણી વેરાની મહત્તમ વસુલાત કરવામાં આવે તે માટે પ્રોત્‍સાહક રકમ આપવા રૂ.૬૩ કરોડની જોગવાઇ.

પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વધુ સુદ્રઢ કરવા માટે તાલુકા કક્ષાએ ૧૫ નવીન લેબોરેટરીની સ્‍થાપના માટે રૂ.૧૫ કરોડની જોગવાઇ

(4:52 PM IST)