<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ગુજરાતને અગ્રણી AI હબ તરીકે સ્‍થાપિત કરાશે

ડેડીકેટેડ સ્‍પેસ ટેક પોલીસી : પોરબંદરમાં પ્રાદેશિક સાયન્‍સ સેન્‍ટર સ્‍થપાશે

ગાંધીનગર : વિજ્ઞાન અને ઔદ્યોગિકી વિભાગ માટે કુલ રૂા. ૨૬૩૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ગુજરાત સેમીકન્‍ડક્‍ટર પોલિસી હેઠળ રૂા. ૧૧૦૦ કરોડની જોગવાઇ

ગુજરાત ઈલેક્‍ટ્રોનિક્‍સ પોલિસી અંતર્ગત સહાય માટે રૂા. ૧૫૦ કરોડની જોગવાઇ.

ધોલેરા સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રીજીયનમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે રૂા.૫૦ કરોડની જોગવાઇ.

ગુજરાતને અગ્રણી AI હબ તરીકે સ્‍થાપિત કરવા ગુજરાત ફયુચર ટેકનોલોજીસ ઇનિશીયેટીવ અંતર્ગત રૂા.૩૦ કરોડની જોગવાઇ.

ગુજરાતને સ્‍પેસ મેન્‍યુફેક્‍ચરિંગ હબ બનાવવા ડેડીકેટેડ ગુજરાત સ્‍પેસ ટેક પોલિસી અંતર્ગત સ્‍પેસ ઇકોસિસ્‍ટમના વિકાસ માટે રૂા.૨૫ કરોડની જોગવાઇ.

પોરબંદર ખાતે રીજનલ સાયન્‍સ સેન્‍ટરની સ્‍થાપના માટે રૂા.૨૫ કરોડની જોગવાઇ.

રાજ્‍યમાં વૈશ્વિક ક્ષમતા કેન્‍દ્રોને આકર્ષવા માટે GCC (Global Capability Centre) પોલિસી માટે રૂા. ૧૦ કરોડની જોગવાઇ.

નવીનતા આધારિત સંશોધન, સ્‍થિરતા અને રોજગાર સર્જન દ્વારા હાઈ-પરફોર્મન્‍સ બાયોમેન્‍યુફેક્‍ચરિંગને પ્રોત્‍સાહન આપવા BioE3 સેલની સ્‍થાપના કરવામાં આવશે.

વાવ-થરાદ જિલ્લા ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રની સ્‍થાપના કરવામાં આવશે. 

(4:12 PM IST)