<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ર૪૬૩ નવી બસો અને પ૦૦ ઇલેકટ્રીક બસો દોડાવાશે

ગ્રામ્‍ય વિસ્‍તારની ખેતીની નવી અવિભાજય અને પ્રતિબંધિત જમીન હવે જુની શરતની ગણાશે

ગાંધીનગર, તા. ૧૮ : જાહેર પરીવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્‍યાને લઇ આધુનિક ટેકનોલોજી ધરાવતી ૨૪૬૩ જેટલી નવી બસો, જેમાં ૫૦૦ એસી ઈલેકટ્રીક બસો મૂકવાનું આયોજન છે. તેમજ આદિજાતિ વિસ્‍તારમાં વસતાં ભાઇ-બહેનો, વિદ્યાર્થીઓ તથા ઔદ્યોગિક વિસ્‍તારોમાં કામ અર્થે આવતા શ્રમિકો માટે ૫૦૦ મીડી બસ મૂકવામાં આવશે. જેના માટે કુલ રૂ.૧૨૮૬ કરોડની જોગવાઇ કરું છું. તેમ નાણામંત્રી કનુભાઇ દેસાઇએ ધારાસભામાં જણાવ્‍યું હતું.

કચ્‍છ અને અન્‍ય વન વિસ્‍તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્‍થાને બામ્‍બૂ(વાંસ) સહિત અન્‍ય સ્‍થાનિક વળક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્‍છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રીસ્‍ટોરેશન માટે રૂ.૯૭ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્‍ય સરકાર દ્વારા ખેડૂતો, મધ્‍યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્‍યાનમાં રાખીને તાજેતરમાં મહત્‍વના નીતિગત નિર્ણયો લેવામાં આવ્‍યા છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ખેતીની નવી, અવિભાજ્‍ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે સ્‍વમેળે જૂની શરતની ગણાશે. આનાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્‍તિ મળશે.

(4:14 PM IST)