હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેન્દ્રીય કર્મચારીઓની લોટરી લાગશે! 8મા પગાર પંચમાં 3.25 ફિટમેન્ટ ફેક્ટરની તૈયારી, લઘુત્તમ પગાર ₹18,000 થી સીધો ₹58,500 થવાના સંકેત!
મોદી સરકારનો મોટો ધડાકો: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થઈ શકે છે નવું પગાર માળખું - 25 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મળનારી હાઈલેવલ બેઠકમાં લેવાશે નિર્ણાયક ફેંસલો.

નવી દિલ્હી | તા.૧૮: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે વર્ષ ૨૦૨૬ ખુશીઓની નવી ભેટ લઈને આવ્યું છે. 8મા પગાર પંચ (8th Pay Commission) ની ભલામણોને લઈને અત્યારે સરકારી વર્તુળોમાં જોરદાર હલચલ જોવા મળી રહી છે. સૌથી મહત્વના સમાચાર એ છે કે કર્મચારી સંગઠનો દ્વારા ફિટમેન્ટ ફેક્ટરમાં ધરખમ વધારાની માંગ કરવામાં આવી છે, જે જો સ્વીકારવામાં આવે તો કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.
શું છે આ 3.25 ની ફોર્મ્યુલા?
પગાર પંચમાં 'ફિટમેન્ટ ફેક્ટર' એ સૌથી મહત્વનું પાસું છે, જેના આધારે મૂળ પગાર (Basic Pay) નક્કી થાય છે.
• માંગણી: કર્મચારી સંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટરને ૨.૮૬ થી વધારીને ૩.૨૫ કરવાની માંગ કરી છે.
• અસર: જો ૩.૨૫ ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય, તો હાલનો લઘુત્તમ મૂળ પગાર જે ₹૧૮,૦૦૦ છે, તે વધીને સીધો ₹૫૮,૫૦૦ થઈ શકે છે.
• પાર્શ્વભૂમિ: અગાઉ 7મા પગાર પંચમાં ૨.૫૭ ના ફિટમેન્ટ ફેક્ટર સાથે લઘુત્તમ પગાર ₹૭,૦૦૦ થી વધીને ₹૧૮,૦૦૦ થયો હતો.
૨૫ ફેબ્રુઆરીએ દિલ્હીમાં નિર્ણાયક બેઠક
આગામી ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ નવી દિલ્હીમાં NC-JCM ની ડ્રાફ્ટિંગ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં કર્મચારીઓ અને પેન્શનરોની માંગણીઓનું એક સંયુક્ત મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવશે. જેમાં માત્ર પગાર જ નહીં, પરંતુ વાર્ષિક ૫% ઇન્ક્રીમેન્ટ, HRA માં સુધારો અને મોંઘવારી ભથ્થા (DA) ના નવા માળખા અંગે પણ ચર્ચા થશે.
સરકારે શરૂ કરી તૈયારીઓ
મોદી સરકારે જાન્યુઆરી ૨૦૨૫ માં જ 8મા પગાર પંચની જાહેરાત કરી દીધી હતી અને હવે તેની સત્તાવાર વેબસાઇટ 8cpc.gov.in પણ લોન્ચ થઈ ચૂકી છે. નાણા મંત્રાલયે પગાર પંચને ૧૮ મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. નોંધનીય છે કે 7મા પગાર પંચનો કાર્યકાળ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પૂર્ણ થયો હોવાથી, નવું પગાર પંચ ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી અમલમાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
સરકારના આ પગલાથી અંદાજે ૪૮ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૭ લાખથી વધુ પેન્શનરોને સીધો ફાયદો થશે. હવે સૌની નજર ૨૫ ફેબ્રુઆરીની બેઠક પર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
