<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

મધ્યમ વર્ગનું સપનું હવે થશે પૂરું: નિસાને લોન્ચ કરી દેશની સૌથી સસ્તી 7-સીટર કાર 'ગ્રેવાઇટ', માત્ર ₹5.65 લાખની કિંમતે શાનદાર માઇલેજ અને પ્રીમિયમ લુક!

રેનો ટ્રાઇબર અને એર્ટિગાના વળતા પાણી? 19.6 કિમીની માઇલેજ અને 6 એરબેગ્સ સાથે સુરક્ષાનો સંગમ - મેડ ઇન ઇન્ડિયા ફિલોસોફી સાથે નિસાનનો માસ્ટરસ્ટ્રોક.

નવી દિલ્હી:ભારતીય ઓટો માર્કેટમાં સસ્તી અને આધુનિક 7-સીટર કારની રાહ જોઈ રહેલા પરિવારો માટે નિસાન મોટર્સે એક મોટો ધડાકો કર્યો છે. કંપનીએ તેની સૌથી પ્રતીક્ષિત MPV નિસાન ગ્રેવાઇટ લોન્ચ કરી દીધી છે. આ કારની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત માત્ર ₹5.65 લાખ રાખવામાં આવી છે, જે તેને અત્યારે ભારતીય બજારમાં સૌથી સસ્તો 7-સીટર વિકલ્પ બનાવે છે.
 નિસાન ગ્રેવાઇટને 'મેડ ફોર ઇન્ડિયા' થીમ પર તૈયાર કરવામાં આવી છે. આ કારનો લુક સ્નાયુબદ્ધ અને મજબૂત છે, જેમાં તેની ઉંચી ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને સ્પોર્ટી બોડી લાઇન્સ આકર્ષણનું કેન્દ્ર છે.
લાઇટિંગ: C-આકારની LED ડિઝાઈન સાથે સિગ્નેચર હેડલેમ્પ્સ અને ક્રિસ્ટલ-એજ LED ટેલલેમ્પ્સ.
ઇન્ટિરિયર: અંદરની તરફ પ્રીમિયમ ક્વિલ્ટેડ લેધર સીટ્સ અને ત્રણેય હરોળમાં મુસાફરો માટે પૂરતી જગ્યા આપવામાં આવી છે.
બૂટ સ્પેસ: જરૂર પડ્યે ત્રીજી હરોળની સીટો હટાવીને તમે 625 લિટર જેટલી વિશાળ જગ્યા બનાવી શકો છો.
એન્જિન અને માઇલેજનું પાવરફુલ કોમ્બિનેશન: નિસાન ગ્રેવાઇટમાં ૧.૦-લિટર, ૩-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે શહેરી ડ્રાઇવિંગ અને લાંબી મુસાફરી બંને માટે ઉત્તમ છે.
માઇલેજ: ઓટોમેટિક (AMT) વેરિઅન્ટમાં 19.6 કિમી/લીટર અને મેન્યુઅલ વેરિઅન્ટમાં 19.3 કિમી/લીટર ની શાનદાર માઇલેજ મળે છે.
ટ્રાન્સમિશન: 5-સ્પીડ મેન્યુઅલ અને ઈઝી-શિફ્ટ (EZ-Shift) AMT ના વિકલ્પો ઉપલબ્ધ છે.
ટેકનોલોજી અને સુરક્ષામાં નંબર-૧: આ સસ્તી કાર હોવા છતાં નિસાને ફીચર્સમાં કોઈ બાંધછોડ કરી નથી. તેમાં 8-ઇંચની ફ્લોટિંગ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેની સુવિધા છે. સુરક્ષા માટે 6 એરબેગ્સ, ફ્રન્ટ અને રીઅર પાર્કિંગ સેન્સર તેમજ ઓટો એલઇડી હેડલેમ્પ્સ જેવા એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે.
 નિસાને તેને કુલ છ વેરિયન્ટ્સમાં ઉતારી છે. દિલ્હીમાં બેઝ વેરિયન્ટ (VISIA) આશરે ₹6.15 લાખ અને ટોપ વેરિયન્ટ (TEKNA AMT) આશરે ₹9.46 લાખ માં ઓન-રોડ મળી શકે છે

(8:34 PM IST)