હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'ઘૂસખોર પંડિત' બાદ હવે 'યાદવ જી કી લવ સ્ટોરી' પર ભડક્યો વિવાદ: સંભલના રસ્તાઓ પર ઉતરી ભીડ, ફિલ્મના પોસ્ટરો સળગાવી વ્યક્ત કર્યો રોષ!
ફિલ્મના નામ અને વાર્તાથી યાદવ સમાજમાં ભારે નારાજગી: ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ - પ્રદર્શનકારીઓએ કહ્યું, "સમાજની છબી બગાડવાનું કાવતરું સહન નહીં થાય."

સંભલ : ઉત્તર પ્રદેશનું સંભલ અત્યારે ફિલ્મોના નામ અને તેના વિષયવસ્તુને લઈને વિવાદોનું કેન્દ્ર બન્યું છે. તાજેતરમાં નેટફ્લિક્સની ફિલ્મ 'ઘૂસખોર પંડિત' સામે થયેલા વિરોધની જ્વાળા હજુ શમી નથી ત્યાં બીજી એક ફિલ્મ 'યાદવ જી કી લવ સ્ટોરી' એ નવો વિવાદ છેડ્યો છે. યાદવ સમુદાયના લોકોએ આ ફિલ્મના શીર્ષક અને વાર્તા સામે સખત વાંધો ઉઠાવીને બુધવારે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પોસ્ટરો સળગાવ્યા અને પગ નીચે કચડ્યા
સંભલ જિલ્લામાં એકઠા થયેલા યાદવ સમાજના લોકોનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો હતો. પ્રદર્શનકારીઓએ ફિલ્મના પોસ્ટરો સળગાવ્યા હતા અને તેને પગ નીચે કચડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમની માંગ છે કે આ ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે, કારણ કે તે સમાજની ખોટી છબી રજૂ કરી રહી છે.
શા માટે થઈ રહ્યો છે વિરોધ?
પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ફિલ્મની વાર્તા અને તેનું ટાઈટલ જાણીજોઈને યાદવ સમાજને નિશાન બનાવવા માટે રાખવામાં આવ્યું છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર સોંપીને ચેતવણી આપી છે કે જો ફિલ્મની સ્ક્રીનિંગ કરવામાં આવશે, તો વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનશે. ઉત્તર પ્રદેશના અન્ય વિસ્તારોમાં પણ આ ફિલ્મને લઈને વિરોધના સૂરો ઉઠી રહ્યા છે.
શું છે ફિલ્મની વાર્તા?
અંકિત ભડાના નિર્મિત આ ફિલ્મ એક રોમેન્ટિક થ્રિલર છે, જેમાં મુખ્ય ભૂમિકામાં વિશાલ મોહન અને અભિનેત્રી પ્રગતિ તિવારી છે. ફિલ્મમાં પ્રગતિ તિવારી 'સિમ્પલ યાદવ' નામની યુવતીનું પાત્ર ભજવી રહી છે, જેની લવ સ્ટોરી વસીમ અખ્તર નામના યુવક સાથે બતાવવામાં આવી છે. આ પાત્રાલેખન અને પ્રેમ કહાનીને લઈને જ વિવાદ વકર્યો છે.
આ ફિલ્મ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે, પરંતુ અત્યારે જે રીતે વિરોધ વધી રહ્યો છે તે જોતા ફિલ્મની રિલીઝ પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
