<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

સંમતિથી આત્‍મહત્‍યામાં સાથ આપનાર પાર્ટનર ઉશ્‍કેરણી બદલ ગુનેગાર ગણાય

તેલગુ અભિનેત્રી પ્રત્‍યુષા સુસાઈડ કેસમાં સુપ્રીમનું અવલોકન : પરિવાર પ્રેમ સંબંધના વિરોધમાં હોવાથી અભિનેત્રી પ્રત્‍યુષાએ બોયફ્રેન્‍ડ સાથે મળી આત્‍મહત્‍યા કરી હતી જોકે બોયફ્રેન્‍ડ બચી ગયો હતો : બોયફ્રેન્‍ડને આત્‍મહત્‍યા માટે ઉશ્‍કેરવા બદલ દોષિત ઠેરવીને સુપ્રીમે સરેન્‍ડર કરવા આદેશ આપ્‍યો

નવી દિલ્‍હી,તા.૧૯: આત્‍મહત્‍યાના મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્‍વપૂર્ણ અવલોકન કરવામાં આવ્‍યું છે. સુપ્રીમ કોર્ટે સ્‍પષ્ટતા કરી છે કે જો એકબીજા સાથે સંમતિથી આત્‍મહત્‍યાનો પ્રયાસ કરવામાં આવે અને આવી સ્‍થિતિમાં જો કોઈ વ્‍યક્‍તિ બચી જાય તો આ બચી ગયેલી વ્‍યક્‍તિ આત્‍મહત્‍યા માટે ઉશ્‍કેરવા બદલ જવાબદાર માનવામાં આવશે. તેલગુ અભિનેત્રી પ્રત્‍યુષા આત્‍મહત્‍યા કેસમાં સુપ્રીમે આ ચુકાદો આપ્‍યો છે અને તેના બોયફ્રેન્‍ડને સરેન્‍ડર કરવા કહ્યું છે.

તેલગુ અભિનેત્રી પ્રત્‍યુષાનું વર્ષ  ૨૦૦૨માં મોત નિપજ્‍યું હતું, તેણે પોતાના બોયફ્રેન્‍ડ ગુડીપલ્‍લી સિદ્ધાર્થ રેડ્ડી સાથે ઝેરી દવા પી લીધી હતી. જોકે પ્રત્‍યુષાનું મોત નિપજ્‍યું હતું જ્‍યારે તેનો બોયફ્રેન્‍ડ રેડ્ડી બચી ગયો હતો. બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માગતા હતા જોકે પરિવારજનોએ તેનો વિરોધ કર્યો હતો તેથી બન્નેએ સાથે આત્‍મહત્‍યા કરવા નિર્ણય લીધો હતો.

બોયફ્રેન્‍ડ રેડ્ડી સામે કેસ ચાલ્‍યો હતો અને બાદમાં આ મામલામાં બચી ગયેલા કેસેવાઅભમૃત્‍યુ દોષિત ઠેરવવામાં આવ્‍યો હતો અને ૨૦૦૪માં પાંચ વર્ષની સજા અપાઈ હતી. જેને હાઇકોર્ટે બે વર્ષની કરીને ૫૦ હજારનો દંડ કર્યો હતો.

રેડ્ડીએ છોડી મુકવા અપીલ કરી હતી જ્‍યારે મૃતક પ્રત્‍યુષાની માતાએ વધુ આકરી સજા આપવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ ત્‍યારે કેટલાક અવલોકનો કરવામાં આવ્‍યા હતા, આ હત્‍યા હોવાનો મૃતકની માતાનો દાવો ફગાવ્‍યો હતો, મૃત્‍યુનું કારણ ઝેર હોવાનું સામે આવ્‍યું હતું.

આરોપી સામે બળાત્‍કારનો પણ આરોપ સાબીત નથી થતો. બન્નેએ એકબીજાની સંમતિથી આત્‍મહત્‍યા કરવાનું નક્કી કર્યું હતું, આત્‍મહત્‍યામાં સામેલ થનાર અને પછી પાછળથી બચી જનાર મૃતકને આત્‍મહત્‍યા માટે ઉશ્‍કેરવા બદલ જવાબદાર ગણાય. સુપ્રીમ કોર્ટે ૨૩ વર્ષ જુની આ ઘટનામાં આરોપીને સરેન્‍ડર કરવા આદેશ કર્યો હતો.

(10:15 AM IST)