તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
કેનેડાએ ૧૦ મહિનામાં ૨૮૩૧ ભારતીઓને કાઢયા
હવે વધુ ૬૫૧૫ને કાઢવાની તૈયારી

ટોરેન્ટો તા.૧૯: કેનેડા સરકારે ૨૦૨૫ના પહેલા ૧૦ મહિનામાં કેનેડામાંથી ૨૮૩૧ ભારતીય નાગરિકોને દેશનિકાલ આપ્યો હતો. આ જાણકારી કેનેડિયન બોર્ડર સર્વિસિસ એજન્સીના આંકડાઓમાં બહાર આવી છે. કેનેડાએ ગયા વર્ષે ૧૮,૭૮૫ વિદેશી નાગરિકોને કાઢ્યા હતા. એમાં ભારતીયોની સંખ્યા બીજા નંબરે છે. હજી ૨૯,૫૪૨ વિદેશીઓને હાંકી કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. એમાંથી ૬૫૧૫ ભારતીયો છે.
કેનેડા સરકારે કહ્યું હતું કે ‘જે લોકોને કાઢ્યા હતા એમાંથી અનેક પર ક્રિમિનલ કેસ હતા. જોકે મોટા ભાગના લોકો એ હતા જેમણે શરણાર્થી દાવા સાથે સંકળાયેલા નિયમોનું યોગ્ય પાલન નહોતું કર્યું.'
કેનેડામાંથી કોઈને પણ બહાર કરવાના મુખ્ય ત્રણ રસ્તા છેઃ ડિપાર્ચર ઑર્ડર, એક્સક્લુઝન ઓર્ડર અને ડિપોર્ટેશન ઑર્ડર. જે લોકોને ડિપાર્ચર ઑર્ડર મળે છે તેમણે ૩૦ દિવસની અંદર કેનેડા છોડવાનું રહે છે. જો કોઈ સમયસર એમ ન કરે તો ડિપોર્ટેશન ઑર્ડર એટલે કે તત્કાળ દેશવાપસી કરાવવામાં આવે છે અને તેમને કેનેડા આવવા પર કાયમી પ્રતિબંધ લાગી જાય છે. એક્સક્લુઝન ઓર્ડરમાં વ્યક્તિ પર એક વર્ષ માટે કેનેડા આવવા પર પ્રતિબંધ હોય છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
