<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ગૂગલ ભારતમાં કરશે રૂ.૧.૨૫ લાખ કરોડનું રોકાણ

સુંદર પિચાઈએ ભારત આવીને કરી જાહેરાત : વિશાખાપટ્ટનમમાં મેગા AI ડેટા સેન્‍ટર અને અંડરસી ઇન્‍ટરનેટ કેબલ દ્વારા ભારતને વૈશ્વિક AI હબ બનાવવા તૈયારી

નવી દિલ્‍હી તા.૧૯: ભારતમાં આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ ક્ષેત્રે અત્‍યાર સુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ જાહેર થયું છે. સુંદર પિચાઇના ભારત પ્રવાસ દરમિયાન ગૂગલે આગામી પાંચ વર્ષમાં અંદાજે ૧૫ અબજ ડોલર એટલે કે લગભગ ૧.૨૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. પિચાઈ સાથે ડેમીસ હેસાબીસ પણ હાજર છે. બંને ટેક નેતાઓએ સ્‍પષ્ટ કર્યું કે ભારતને વૈશ્વિક AI હબ બનાવવા માટે આ રોકાણ મહત્‍વપૂર્ણ સાબિત થશે.

પિચાઈએ PM મોદી સાથે પણ મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ભારતના ડિજિટલ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, AI ઇનોવેશન અને ટેકનોલોજી સહકાર અંગે ચર્ચા થઈ. ગૂગલનું આ રોકાણ ભારતના પ્રથમ મોટા AI હબના નિર્માણ માટે કરવામાં આવશે, જેમાં સૌથી મહત્‍વપૂર્ણ પ્રોજેક્‍ટ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં બનનારા મેગા AI ડેટા સેન્‍ટરનો છે.

આ ડેટા સેન્‍ટર માત્ર એક ઇમારત નહીં પરંતુ AI મોડલ ટ્રેનિગ, ક્‍લાઉડ સર્વિસ અને હાઈ-પાવર કમ્‍પ્‍યુટિગ માટેનું કેન્‍દ્ર બનશે. અહીંથી ભારત સહિત એશિયા અને આફ્રિકાના અનેક દેશોને AI સેવાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. ડેટા હવે અમેરિકા અથવા યુરોપ મારફતે પસાર થવાને બદલે સીધો પ્રોસેસ થઈ શકશે, જેના કારણે સ્‍પીડમાં વધારો અને ખર્ચમાં ઘટાડો થશે.

Google ભારતને વૈશ્વિક ડિજિટલ નકશામાં કેન્‍દ્રસ્‍થાને લાવવા માટે અંડરસી ઇન્‍ટરનેટ કેબલ પણ બિછાવશે. આ નવા કેબલ્‍સ ભારતને સિગાપુર, દક્ષિણ આફ્રિકા અને ઓસ્‍ટ્રેલિયા સાથે સીધો જોડશે. પરિણામે એશિયા, આફ્રિકા અને સાઉથ અમેરિકા સુધી AI સર્વિસ વધુ ઝડપી બની શકશે. ઇન્‍ટરનેટ ટ્રાફિક માટેનો માર્ગ ટૂંકો બનવાથી ડેટા ટ્રાન્‍સફરમાં ક્રાંતિ આવશે.

ગૂગલ સરકાર સાથે મળીને સરકારી તંત્રમાં AI ટૂલ્‍સનો સમાવેશ કરશે. લાખો સરકારી કર્મચારીઓને AI આધારિત સિસ્‍ટમ્‍સ ઉપયોગ કરવાની તાલીમ મળશે. વિદ્યાર્થીઓને AI ટ્‍યુટર, રિયલ-ટાઈમ ટ્રાન્‍સલેશન અને ઓનલાઇન સ્‍કેમ ડિટેક્‍શન જેવી સુવિધાઓ મળશે. કંપનીએ ૧૦૦ મિલિયનથી વધુ લોકોને AI ટ્રેનિંગ આપવાનું લક્ષ્ય પણ જાહેર કર્યું છે, જેથી નાના શહેરો અને ગામડાં સુધી ટેકનોલોજી પહોંચે.

આમ, ભારત ખ્‍ત્‍ માત્ર વપરાશકર્તા નહીં પરંતુ વૈશ્વિક ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર હબ તરીકે ઉભરશે.

(10:21 AM IST)