News of Thursday, 19th February 2026
અંબાજીમાં રિલાયન્સના અનંત અંબાણીનું રૂ.૨૭.૫૦ કરોડનું દાન
‘જય અંબે તિથિ ભોજન' યોજનાના પ્રથમ દિવસે કુલ રૂ.૩૦ કરોડથી વધુનું દાન મળ્યું

અંબાજી,તા.૧૮: યાત્રાધામ અંબાજીમાં શરૂ કરાયેલી 'જય અંબે તિથિ ભોજન' યોજનાના પ્રથમ દિવસે રૂ.૩૦ કરોડથી વધુનું દાન મળ્યું હતું. જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણીએ રૂ.૨૭.૫૦ કરોડનું માતબર દાન અર્પણ કર્યું હતું. અમદાવાદના એક શ્રદ્ધાળુએ પણ ૫૨ લાખનું દાન આપ્યું છે.
યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવાના હેતુથી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જય અંબે તિથિ ભોજન યોજનાનો શુભારંભકરાયો છે. આ યોજનાના પ્રારંભિક દિવસે જ દાતાઓની ઉદારતાના પરિણામે રૂ.૩૦ કરોડથી વધુની રકમ એકત્રિત થઈ છે. જેમાં સૌથી મોટા દાતા તરીકે રિલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણીએ રૂ.૨૭.૫૦ કરોડથી વધુની માતબર રકમ અર્પણ કરી છે. આ ઉપરાંત, અમદાવાદના એક શ્રદ્ધાળુએ રૂ.૫૨ લાખનું દાન આપી સેવા ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.
‘અંબિકા અન્નક્ષેત્ર' દ્વારા હાલમાં દરરોજ હજારો યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. આ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અમલી કરાયેલી તિથિ ભોજન યોજના અંતર્ગત, જે દાતા રૂ.૧.૫૧ લાખનું દાન અર્પન્ન કરશે. તેઓ આજીવન તે નિヘતિ તિથિ કે તારીખના મુખ્ય દાતા તરીકે નોંપાશે. દર વર્ષે નિર્ધારિત તિથિએ અન્નક્ષેત્ર ખાતે દાતાના નામની તકતી લગાવી તેમના સહયોગની નોંધ લેવામાં આવશે. આ પ્રસંગે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઈભક્તો પોતાની પૂણ્યતિથિ, જન્મદિવસ કે લગ્ન પ્રસંગ નિમિત્તે આ યોજનામાં જોડાઈ શકે છે. આ પ્રસંગે દાતાઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
