News of Thursday, 19th February 2026
ન્યુજર્સીમાં નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરક્રાફ્ટ ઇમરજન્સી: તમામ ફ્લાઇટ સેવા સ્થગિત
જેટબ્લ્યુ એરવેઝની ફ્લાઇટ નંબર 543 ઉડાન ભર્યા બાદ કોકપીટમાં અચાનક ધૂમાડો જોવા મળતા ઇમરજન્સી જાહેર:પાયલોટે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કર્યું

ન્યુજર્સીમાં આવેલા નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરક્રાફ્ટ ઇમરજન્સી સર્જાતા એક કલાક માટે તમામ ફ્લાઇટ સેવા સ્થગિત કરવામાં આવી હતી. માહિતી મુજબ જેટબ્લ્યુ એરવેઝની ફ્લાઇટ નંબર 543 ઉડાન ભર્યા બાદ કોકપીટમાં અચાનક ધૂમાડો જોવા મળતા ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. પાયલોટે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું, ત્યારબાદ વિમાનમાંથી મુસાફરોને સ્લાઇડ્સ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને પગલે એરપોર્ટ પર સુરક્ષા પગલાં વધારવામાં આવ્યા અને એક કલાકના શટડાઉન બાદ હવાઈ સેવા ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
