<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ઈરાનમાં મિસાઈલ હુમલાના ભય વચ્‍ચે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ

સોશિયલ મીડિયા પર ‘ન્‍યુક્‍લિયર ટેસ્‍ટ'ની ચર્ચાઓએ જોર પકડયું: હજુ સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી

તેહરાન, તા.૧૯: આખું દક્ષિણ ઈરાન ગાઢ નિદ્રામાં હતું, ત્‍યારે અચાનક ધરતી ધ્રુજવા લાગી અને રિક્‍ટર સ્‍કેલ પર ૫.૫ની તીવ્રતા નોંધાઈ. ભૂકંપનું કેન્‍દ્રબિંદુ ફાર્સ પ્રાંતના મોહર શહેરથી માત્ર ૩૬ કિમી દૂર હતું, પરંતુ સૌથી ચોંકાવનારી વાત તેની ઊંડાઈ હતીラમાત્ર ૧૦ કિલોમીટર. આટલી ઓછી ઊંડાઈએ આવેલા ભૂકંપે સ્‍થાનિકોમાં ફાળ પાડી દીધી હતી. શરૂઆતના થોડા ક્ષણોમાં લોકોને લાગ્‍યું કે કદાચ અમેરિકાએ મિસાઈલ હુમલો કરી દીધો છે, અને લોકો જીવ બચાવવા રસ્‍તા પર દોડી આવ્‍યા હતા. સદનસીબે, હજુ સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આ આંચકાએ માનસિક ગભરાટ જરૂર ફેલાવ્‍યો છે. આ ભૂકંપ એવા સમયે આવ્‍યો છે જ્‍યારે પヘમિ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયેલા છે. અમેરિકા અને ઈરાન વચ્‍ચેનો તણાવ તેની ચરમસીમાએ છે અને અહેવાલો મુજબ ૨૨ ફેબ્રુઆરી સુધીમાં અમેરિકા કોઈ મોટું સૈન્‍ય ઓપરેશન પાર પાડી શકે છે. આ રણનીતિક વાતાવરણમાં, ભૂકંપની ઘટનાને લોકો કુદરતી પ્રક્રિયા માનવાને બદલે શંકાની નજરે જોઈ રહ્યા છે. પ્રશ્‍ન એ ઉઠી રહ્યો છે કે શું આ ખરેખર ટેક્‍ટોનિક પ્‍લેટોની હિલચાલ હતી કે પછી ઈરાને અમેરિકાને પોતાની તાકાત બતાવવા માટે કોઈ ગુપ્ત પરમાણુ પરીક્ષણ કર્યું છે? ભૂકંપની ૧૦ કિમીની ઓછી ઊંડાઈ અવારનવાર માનવસર્જિત વિસ્‍ફોટો સાથે સરખાવવામાં આવે છે, જે શંકાને વધુ બળ આપે છે.

 સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ પર હાલમાં એક જ ચર્ચા ચાલી રહી છેઃ શું ઈરાને અણુશક્‍તિ પ્રાપ્ત કરી લીધી છે? ઈરાન લાંબા સમયથી પોતાના પરમાણુ કાર્યક્રમને આગળ વધારી રહ્યું છે અને અમેરિકા તેને રોકવા માટે મધ્‍ય પૂર્વમાં યુદ્ધ જહાજો અને ફાઈટર જેટ્‍સ તૈનાત કરી ચૂકયું છે. જર્મન રિસર્ચ સેન્‍ટર ફોર જીઓસાયન્‍સના ડેટા મુજબ આ કુદરતી ભૂકંપ હોઈ શકે છે, પરંતુ ઈરાનના પરમાણુ મથકોની ગુપ્તતા અને વર્તમાન યુદ્ધ જેવી સ્‍થિતિ જોતા સંરક્ષણ નિષ્‍ણાતો પણ આ ડેટાનું ઝીણવટભર્યું વિશ્‍લેષણ કરી રહ્યા છે. ઈરાન સરકાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર સ્‍પષ્ટતા કરવામાં આવી નથી કે આ કોઈ લશ્‍કરી પ્રવળત્તિનો ભાગ હતો કે નહીં.

(3:22 PM IST)