News of Thursday, 19th February 2026
ગૌતમ અદાણી ભારતમાં 5GW ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટું AI રેડી ડેટા સેન્ટર નેટવર્ક ઉભુ કરશે
અદાણી ગૃપનો ૮ લાખ કરોડનો ‘મેગા પ્લાન'

નવી દિલ્હી, તા.૧૯: ભારતના ટેકનોલોજી અને એનર્જી સેક્ટરમાં એક નવો ભૂકંપ આવ્યો છે. અદાણી ગ્રુપે આગામી દાયકામાં ૧૦૦ બિલિયન (અંદાજે રૂ.૮.૩ લાખ કરોડ) ના જંગી રોકાણની જાહેરાત કરીને વૈશ્વિક દિગ્ગજોને ચોંકાવી દીધા છે. આ રોકાણનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં 5GW (ગીગાવોટ) ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટું AI-રેડી ડેટા સેન્ટર નેટવર્ક ઉભું કરવાનો છે. આ રોકાણ માત્ર આંકડાઓની રમત નથી, પરંતુ ભારતને વૈશ્વિક ડેટા સ્ટોરેજ અને AI પ્રોસેસિંગ હબ બનાવવાની દિશામાં એક ઐતિહાસિક કદમ છે, જે દેશની ટેક ગેમને હંમેશા માટે બદલી નાખશે.
આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત 5GW ની વિશાળ ક્ષમતા છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો ૫ ગીગાવોટ વીજળી એટલી પ્રચંડ છે કે તે ભારતના કેટલાય મોટા શહેરોને એકસાથે વીજ પુરવઠો પૂરો પાડી શકે છે. અદાણી ગ્રુપ આટલી મોટી ઉર્જાનો ઉપયોગ અત્યાધુનિક સર્વર્સ, સુપર-કમ્પ્યુટિંગ અને હાઈ-લેવલ AI મોડેલ ટ્રેનિંગ માટે કરશે. ડેટા સેન્ટર્સને નવી સદીના તેલ તરીકે ઓળખવામાં આવે છે, અને અદાણી તેના ઉત્પાદન માટે જરૂરી પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બંને પર પકડ મજબૂત કરી રહ્યા છે, જે ભારતને ચીન અને અમેરિકાની હરોળમાં લાવી દેશે.
પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સ્વીકારતા, અદાણી ગ્રુપે સ્પષ્ટ કર્યું છે કે આ ડેટા સેન્ટર્સ મોટાભાગે ગ્રીન એનર્જી એટલે કે સૌર અને પવન ઉર્જા દ્વારા સંચાલિત થશે. આ એક માસ્ટરસ્ટ્રોક છે કારણ કે વિશ્વભરમાં AI મોડેલ્સ તેમની ભારે વીજ વપરાશ અને કાર્બન ઉત્સર્જન માટે ટીકા પામી રહ્યા છે. અદાણીના આ ડેટા સેન્ટર્સ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર જટિલ ક્લાઉડ સેવાઓ પૂરી પાડશે. જોકે, નિષ્ણાતો માને છે કે માત્ર વીજળી પૂરતી નથી; આ પ્રોજેક્ટની સફળતા માટે હાઈ-પર્ફોર્મન્સ ચિપ્સ અને અદ્યતન લિક્વિડ કૂલિંગ ટેકનોલોજીનું મજબૂત માળખું ઉભું કરવું તે અદાણી માટે સૌથી મોટો પડકાર હશે. (રર.૧૬)
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
