News of Thursday, 19th February 2026
૩૨૭ રૂપિયાનો શેર આજે આવી ગયો ૧૧ રૂપિયા પર, હવે ફરી બુલરનના દેખાઈ રહ્યા છે સંકેત?
ટ્રિબ્યૂનલે એ પણ કહ્યું કે, કંપની અને લેન્ડર્સ એટલે કે, દેવું આપનારી બેંક અને સંસ્થાઓએ આગળ વધારે સમય સાથે કામ કરવાનું છે, એટલા માટે અંદરનો ટકરાવ તેમના કારોબારી હિતોને નુકસાન પહોંચાડી શકે છે

નવી દિલ્હી,તા.૧૯: ૩૨૭.૩૫ રૂપિયા પર પહોંચીને રેકોર્ડ બનાવનારી કંપની જ્યોતિ સ્ટ્રક્ચર્સ લિમિટેડના શેર આજે ૧૧.૪૭ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. ૩૦ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ બનેલી ઓલ-ટાઈમ હાઈ હવે ઈતિહાસ બની ચૂકી છે. ગત એક વર્ષમાં શેર ૩૬ ટકા તૂટ્યા છે, પરંતુ ગત ૧ મહિનામાં શેરમાં ૩૦ ટકા તેજી આવી છે. હવે કંપનીને NCLTતરફથી મોટી રાહત મળી છે, જેનાથી રોકાણકારોમાં ફરી આશા જાગી છે.
NCLTથી મોટી રાહત- ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કંપનીએ એક્સચેન્જને જાણકારી આપી છે કે, મુંબઈ બેંચે નોન ફંડ બેસ્ડ લેન્ડર્સ વિરુદ્ધ દાખલ કરાયેલી અવમાનની અરજીમાં, જ્યોતિ સ્ટ્રક્ચર્સ લિમિટેડ અને કેટલાક શેરધારકોની તરફેણમાં નિર્ણય આપવામાં આવ્યો છે.
આદેશ પ્રમાણે, પ્રતિવાદી પક્ષે એક મહિનાની અંદર રોલ-ઓવર કરવામાં આવેલી NFB લિમિટ જારી કરવી પડશે. આ પીરિયડ આદેશની કોપી મળવાની તારીખથી ગણવામાં આવશે. કંપનીએ SEBI LODR રેગુલેશન ૩૦ હેઠળ આ જાણકારી આપી છે. ટ્રિબ્યૂનલે એ પણ કહ્યું કે, કંપની અને લેન્ડર્સ એટલે કે, દેવું આપનારી બેંક અને સંસ્થાઓએ આગળ વધારે સમય સાથે કામ કરવાનું છે, એટલા માટે અંદરનો ટકરાવ તેમના કારોબારી હિતોને નુકસાન પહોંચાડી શકે છે. આ આધાર પર સંતુલિક સમાધાનનો રસ્તો સૂચવવામાં આવ્યો છે.
કેમ મહત્વની છે NFB લિમિટ?- NFB એટલે કે, Non-Fund Based લિમિટમાં બેંક ગેરેન્ટી અને લેટર ઓફ ક્રેડિટ જેવા સાધન આવે છે. ચ્ભ્ઘ્ કંપની માટે બહુ જ જરૂરી હોય છે, કારણ કે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં તેજી જરૂર પડે છે. જો આ લિમિટેડ જારી થાય છે, તો પ્રોજેક્ટ એક્ઝીક્યૂશન તેજ થઈ શકે છે. નવા ઓર્ડર લેવાની ક્ષમતા વધી શકે છે. કેશ ફલો પર દબાણ ઘટી શકે છે.
કંપનીની પ્રોફાઈલ- Jyoti Structures Ltd એક EPC કંપની છે, જે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરે છે. નાસિક અને રાયપુરમાં કંપનીના પ્લાન્ટ છે, જેની કુલ ક્ષમતા ૧,૧૦,૦૦૦ પ્વ્ છે. ભારત સહિત 50+ દેશોમાં કંપનીનો બિઝનેસ છે. NTPC અને PGCIL કંપનીના ક્લાયન્ટ્સ છે. જ્ળ્૨૫માં કંપનીએ મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે. રેવન્યૂ ૧૦ ટકા વધીને ૪૯૮ કરોડ રૂપિયા રહ્યું છે. PAT ૨૩ ટકાના વધારા સાથે ૩૬ કરોડ અને ઓર્ડર બુક ૧૯૦૦ કરોડથી વધારેની છે.
જૂનો સંકટ અને વાપસીની કહાણી- કંપનીનો સમાવેશ ૨૦૧૭માં RBI ટોચની ૧૨ NPA યાદીમાં થયો હતો. ૨૦૧૯માં રૂ.૩,૯૬૫ કરોડનો રિઝોલ્યુશન પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો. NCLTનો આદેશ ઓગસ્ટ ૨૦૨૪માં જારી કરવામાં આવ્યો હતો અને ડિસેમ્બર ૨૦૨૪માં NCLAT દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી હતી. ઓક્ટોબર ૨૦૨૫માં, કંપનીએ ફરીથી ફરિયાદ કરી હતી કે કેટલાક ધિરાણકર્તાઓ રિઝોલ્યુશન પ્લાનનું પાલન કરી રહ્યા નથી. હવે, ફેબ્રુઆરી ૨૦૨૬ ના આદેશથી કંપનીને રાહત મળી છે.
શેરનું પ્રદર્શન- કંપનીના શેરની ઓલ ટાઈમ હાઈ ૩૨૭.૩૫ રૂપિયા છે, જે તેણે ૩૦ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ સ્પર્શ કરી હતી. શેરનો વર્તમાન ભાવ ૧૧.૪૭ રૂપિયા છે. ૧ વર્ષમાં શેર ૩૬ ટકા ઘટ્યા છે, જ્યારે ૧ મહિનામાં શેરમાં ૩૦ ટકા તેજી આવી છે. આગળ શું?- હવે, NFB મર્યાદા જાહેર થયા પછી કંપનીની નાણાકીય સ્થિતિ અને ઓર્ડર એક્ઝિક્યુશનમાં કેટલો સુધારો થાય છે તેના પર બજારની નજર રહેશે. શું કંપની, એકવાર તેના ટોચના મૂલ્યાંકન પર પહોંચી ગઈ હતી, તે પછી તેની વિશ્વસનીયતા પાછી મેળવી શકશે? ફક્ત સમય જ કહેશે.(૪૦.૨૭)
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
