News of Thursday, 19th February 2026
મેયરના પતિના વિવાદાસ્પદ બાંધકામ મુદ્દે ભાજપ પ્રમુખે ખુલાસો માંગ્યો: ચૂંટણી પૂર્વે આંતરિક જૂથવાદ સપાટી પર::પ્લોટ વારસાઈ છે પણ નિયમોનું પાલન કરવું જ પડશે: માધવ દવેની ટકોર
ભાજપના જ સામાકાંઠાનો 'આંતરિક જૂથવાદ' જવાબદાર? પક્ષના જ કેટલાક નેતાઓએ મીડિયા સુધી આ વિગતો પહોંચાડી તેમને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું ? ટૂંક સમયમાં મેયરને પરેશાન કરનારા નેતાઓના નામ પક્ષ સમક્ષ રજૂ કરાશે?

રાજકોટ: સામાકાંઠા વિસ્તારમાં સંત કબીર રોડ પર મેયર નયનાબેન પેઢડિયાના પતિ વિનોદભાઈ પેઢડિયા દ્વારા કરવામાં આવેલા બાંધકામનો વિવાદ હવે પક્ષના હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. આ ગંભીર મુદ્દે આજે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ મેયર બંગલાની મુલાકાત લીધી હતી અને મેયર પાસે વિગતો માંગી હતી તેવું જાણવા મળે છે.
મુલાકાત દરમિયાન મેયર નયનાબેને સ્પષ્ટતા કરી હતી કે આ પ્લોટ વારસાઈ મિલકતમાં મળેલો હોવાથી ત્યાં બાંધકામ ચાલી રહ્યું હતું. જોકે, ભાજપ પ્રમુખે તાકીદ કરી હતી કે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસનો તાત્કાલિક જવાબ આપવામાં આવે અને સૂચિત સોસાયટીના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન થાય.
આ ચર્ચા દરમિયાન મેયર અને તેમના પતિ ભાવુક થઈ ગયા હોવાનું પણ કહેવાય છે અને તેમણે આ સમગ્ર પ્રકરણ પાછળ ભાજપના જ સામાકાંઠાના 'આંતરિક જૂથવાદ'ને જવાબદાર ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે પક્ષના જ કેટલાક નેતાઓએ મીડિયા સુધી આ વિગતો પહોંચાડી તેમને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે. મેયરે દાવો કર્યો છે કે તેઓ ટૂંક સમયમાં તેમને હેરાન કરનારા નેતાઓના નામ પક્ષ સમક્ષ રજૂ કરશે.
આમ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના પતિના બાંધકામ મામલે રાજકીય ગરમાવો તેજ થયો છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આજે મેયર નયનાબેન પેઢડીયાના નિવાસસ્થાને જઈને આ મુદ્દે તપાસ કરી હતી. મેયરે આ મામલાને રાજકીય ષડયંત્ર ગણાવતા કહ્યું કે તેઓ આંતરિક રાજનીતિનો ભોગ બની રહ્યા છે. અને તેઓ ટૂંક સમયમાં તેમને હેરાન કરનારા નેતાઓના નામ પક્ષ સમક્ષ રજૂ કરશે બીજી તરફ, સંગઠન તરફથી સ્પષ્ટ આદેશ અપાયો છે કે નોટિસનો તાત્કાલિક જવાબ આપવામાં આવે અને સૂચિત સોસાયટીના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન થાય.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
