<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

હું પણ પટેલ છું, અને આ મંચ પર બેઠેલા ઘણા લોકો પણ પટેલ છે, પરંતુ મારા લોહીમાં ક્યાંય પટેલવાદ નથી :આનંદીબેન પટેલ

સુરતમાં ક્રાફ્ટ રૂટ કાર્યક્રમને સંબોધતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું- ક્યાં સુધી લેઉવા-કડવાના નામે વહેંચાયેલા રહીશું ? :જ્ઞાતિના નામે થતા રાજકારણ અને નેતૃત્વના દાવેદારોએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે

સુરતમાં એક ખાનગી કાર્યક્રમમાં આવેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે, પટેલવાદને લઈને આકરા પ્રહારો કર્યા હતા. આનંદીબહેન પટેલે ઉપસ્થિત સૌને સંબોધતા કહ્યું કે, ક્યાં સુધી લેઉવા-કડવાના નામે વહેંચાયેલા રહીશું ? “સુરતમાં યોજાયેલા ક્રાફ્ટ રૂટ કાર્યક્રમને સંબોધતા આનંદીબહેને જ્ઞાતિવાદને નિશાને લીધો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “હું પણ પટેલ છું, અને આ મંચ પર બેઠેલા ઘણા લોકો પણ પટેલ છે, પરંતુ મારા લોહીમાં ક્યાંય પટેલવાદ નથી. પટેલ હોવાનો ગર્વ એ નેતૃત્વ અને સેવા સાથે જોડાયેલો હોવો જોઈએ, નહીં કે જ્ઞાતિવાદના સંકુચિત વાડાઓ સાથે તેમ તેમણે શીખ આપતા કહ્યું હતું. જ્ઞાતિના નામે થતા રાજકારણ અને નેતૃત્વના દાવેદારોએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે તેવી ટકોર પણ આનંદીબહેને કરી હતી.

 

(7:40 PM IST)