તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Thursday, 19th February 2026
ટેક્સપેયર્સ સાવધાન! ઇનકમ ટેક્સ વિભાગે લાખો લોકોને મોકલી 'NUDGE' નોટિસ, જાણો શું છે આ નવી આફત અને ભૂલથી પણ કઈ ભૂલો ન કરવી?
ગભરાવાની જરૂર નથી પણ અવગણશો તો મુશ્કેલી વધશે: ITR અને ડેટામાં તફાવત આવતા વિભાગે આપી સુધરવાની છેલ્લી તક, ખાસ કરીને ₹૫૦ લાખથી વધુ આવક ધરાવતા લોકો રડારમાં

અમદાવાદ: જો તમને આવકવેરા વિભાગ તરફથી કોઈ સંદેશ કે ઈમેલ મળ્યો હોય જેમાં 'NUDGE' શબ્દનો ઉલ્લેખ હોય, તો સાવચેત થઈ જવાની જરૂર છે. આવકવેરા વિભાગે કરદાતાઓના રિટર્નમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા માટે એક નવો અને આધુનિક રસ્તો અપનાવ્યો છે. વિભાગ અત્યારે લાખો કરદાતાઓને 'NUDGE' (નજ) ટેક્સ નોટિસ મોકલી રહ્યું છે. આ કોઈ સજા નથી, પરંતુ વિભાગ તરફથી મળેલી એક પ્રેમભરી ચેતવણી છે કે - "તમારા ડેટામાં કંઈક લોચો છે, જાતે જ સુધારી લો!"
NUDGE નો અર્થ છે - 'નોન-ઇન્ટ્રુઝિવ યુઝ ઓફ ડેટા ટુ ગાઇડ એન્ડ ઇનેબલ'. સરળ ભાષામાં કહીએ તો, આવકવેરા વિભાગ પાસે રહેલા ડેટા (AIS) અને તમે ફાઈલ કરેલા ITR વચ્ચે જ્યારે કોઈ મેળ ખાતો નથી, ત્યારે આ નોટિસ મોકલવામાં આવે છે. આ કોઈ દરોડા કે દંડની સૂચના નથી, પરંતુ તમને તમારી ભૂલ સુધારવા માટે આપેલી એક તક છે.
: સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઝુંબેશમાં મુખ્યત્વે એવા કરદાતાઓને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે જેમની વાર્ષિક આવક ₹૫૦ લાખથી વધુ છે અથવા જેઓ મોટી કંપનીઓમાં મુખ્ય હોદ્દા પર છે. નીચે મુજબની ભૂલો માટે આ નોટિસ આવી શકે છે:
• આવક ઓછી દર્શાવવી.
• ખોટી રીતે કપાત કે મુક્તિનો દાવો કરવો.
• બેંક ટ્રાન્ઝેક્શન કે મોટા રોકાણોની માહિતી છુપાવવી.
• વિદેશી સંપત્તિ જાહેર ન કરવી.
નોટિસ મળે તો શું કરવું?: ૧. ગભરાશો નહીં: આ અંતિમ કાર્યવાહી નથી, માત્ર એક સલાહકારી સંદેશ છે.
૨. AIS તપાસો: તમારા વાર્ષિક માહિતી નિવેદન (AIS) અને ITR ની સરખામણી કરો.
૩. ભૂલ સુધારો: જો ખરેખર ભૂલ થઈ હોય, તો સુધારેલું (Revised) અથવા અપડેટ કરેલું (Updated) ITR ફાઇલ કરો.
૪. ટેક્સ ભરી દો: જો વધારાનો ટેક્સ બાકી નીકળતો હોય, તો તે ભરી દેવો હિતાવહ છે, જેથી ભવિષ્યમાં ભારે દંડ અને ચકાસણી (Scrutiny) થી બચી શકાય.
સૌથી મોટી ભૂલ એ છે કે આ નોટિસને સામાન્ય મેસેજ સમજીને અવગણવી. જો તમે તેને અવગણશો અને વિભાગને પાછળથી મોટી ચોરી પકડાશે, તો તમારે ભારે દંડ અને કાયદાકીય તપાસનો સામનો કરવો પડી શકે છે. વળી, ઉતાવળમાં કોઈ પણ ચોકસાઈ કર્યા વગર જવાબ આપવાનું પણ ટાળવું જોઈએ. આવકવેરા વિભાગ હવે ટેક્નોલોજી અને ડેટા એનાલિટિક્સનો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે, તેથી હવે કરચોરી કરવી અશક્ય બની રહી છે. જો તમને આવી નોટિસ મળી હોય, તો તરત જ તમારા ટેક્સ કન્સલ્ટન્ટનો સંપર્ક કરવો સમજદારીભર્યું છે
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
