<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

મારુતિ e Vitara ના ભાવમાં મોટો ધડાકો: ડેલ્ટાથી આલ્ફા સુધીના તમામ વેરિઅન્ટ્સ લોન્ચ, જાણો કયું મોડેલ તમારા બજેટમાં ફિટ થશે?

બેટરી ભાડા સાથે કાર માત્ર ₹૧૦.૯૯ લાખમાં ઉપલબ્ધ: ટાટા અને મહિન્દ્રાને ટક્કર આપવા મારુતિએ ફેંક્યો 'BaaS' નો એક્કો, ૪૪૦ કિમીથી ૫૪૩ કિમી સુધીની શાનદાર રેન્જ

અમદાવાદ:મારુતિ સુઝુકીએ તેની બહુપ્રતિક્ષિત ઇલેક્ટ્રિક SUV 'e Vitara' ની કિંમતો પરથી આખરે પડદો ઉઠાવી લીધો છે. કંપનીએ જે પ્રકારે આક્રમક કિંમતો જાહેર કરી છે તે જોતા ટાટા પંચ EV અને ટાટા કર્વ જેવી કારો માટે જોખમ ઊભું થયું છે. મારુતિએ આ કારને બે વિકલ્પોમાં રજૂ કરી છે: એક બેટરી સાથે અને બીજી બેટરી વગર (BaaS મોડેલ).
વેરિઅન્ટ્સ અને બેટરી પાવર: મારુતિ e Vitara મુખ્ય ત્રણ વેરિઅન્ટ્સમાં આવશે: ડેલ્ટા (Delta), ઝેટા (Zeta) અને આલ્ફા (Alpha).
• ડેલ્ટા (બેઝ મોડેલ): આમાં 49kWh ની બેટરી છે જે ૪૪૦ કિમીની રેન્જ આપે છે.
• ઝેટા અને આલ્ફા: આ બંને મોડેલમાં 61kWh ની મોટી બેટરી છે જે એકવાર ફૂલ ચાર્જ કરવા પર ૫૪૩ કિમીની રેન્જ આપે છે.
કિંમતોનું ગણિત: કયું મોડેલ કેટલામાં પડશે?: કંપનીએ બેટરી ભાડા (BaaS) અને પૂરેપૂરી કિંમત બંનેના લિસ્ટ જાહેર કર્યા છે:
વેરિઅન્ટ BaaS સાથેની કિંમત BaaS વગરની કિંમત
Delta (સૌથી સસ્તું) ₹૧૦.૯૯ લાખ (+ ₹૩.૯૯/કિમી ભાડું) ₹૧૫.૯૯ લાખ
Zeta ₹૧૧.૯૯ લાખ (+ ₹૪.૩૯/કિમી ભાડું) ₹૧૭.૪૯ લાખ
Alpha (ટોપ મોડેલ) ₹૧૪.૨૯ લાખ (+ ₹૪.૩૯/કિમી ભાડું) ₹૧૯.૭૯ લાખ
જ્યાં ટાટા અને મહિન્દ્રા જેવી કંપનીઓ બેટરી ભાડાના મોડેલથી દૂર રહી છે, ત્યાં મારુતિએ MG મોટરના રસ્તે ચાલીને ગ્રાહકોને ઓછી કિંમતે EV ખરીદવાની તક આપી છે. BaaS મોડેલ હેઠળ તમે કાર તો સસ્તી ખરીદી શકશો, પરંતુ તમારે દર મહિને તમે જેટલા કિલોમીટર કાર ચલાવશો તે મુજબ બેટરીનું ભાડું કંપનીને ચૂકવવું પડશે.
 મારુતિ e Vitara સીધી રીતે ટાટા કર્વ EV, MG ZS EV અને હ્યુન્ડાઈ ક્રેટા ઇલેક્ટ્રિક જેવા દિગ્ગજો સાથે સ્પર્ધા કરશે. તેની આક્રમક કિંમત અને મારુતિનું વિશાળ સર્વિસ નેટવર્ક તેને મધ્યમ વર્ગ માટે આકર્ષક બનાવે છે. જો તમે દરરોજનું ૨૦-૩૦ કિમી જ ડ્રાઈવિંગ કરો છો, તો તમારા માટે બેટરી ભાડા (BaaS) વાળું ડેલ્ટા મોડેલ સૌથી વધુ સસ્તું અને ફાયદાકારક સાબિત થઈ શકે છે

(8:34 PM IST)