News of Friday, 20th February 2026
વડાપ્રધાન બનેગી... બાબાએ પ્રિયંકાને આપ્યા આશીર્વાદ
પ્રિયંકા ગાંધીને એક બાબાએ આપેલા આશીર્વાદનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ

ગુવાહાટી તા.૨૦: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા આસામના બે દિવસીય પ્રવાસે છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આસામમાં સક્રિય થયેલા પ્રિયંકા ગાંધીએ પોતાના પ્રવાસની શરૂઆત પ્રસિદ્ધ શકિતપીઠ મા કામાખ્યાના દર્શન અને વિશેષ પૂજા સાથે કરી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીને એક બાબાએ આપેલા આશીર્વાદનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
પ્રિયંકા ગાંધીની સાથે સાંસદ ગૌરવ ગોગોઈ પણ હાજર હતા. કામાખ્યા મંદિરમાં પૂજન-અર્ચન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, હું અહીં માતાના આશીર્વાદ લેવા આવી છું. મા કામાખ્યા સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે અને અહીં આવીને મને ખૂબ જ શાંતિ અને આનંદનો અનુભવ થયો છે.
દર્શન બાદ જ્યારે પ્રિયંકા ગાંધી મંદિર પરિસરમાં એક બાબાને મળ્યા, ત્યારે બાબાએ પ્રિયંકાના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું કે, બાબા મહાકાલ અને ભૈરવનાથના આશીર્વાદ..આ વર્ષે બહેનનું કામ સફળ થશે, અમારી દીકરી વડાપ્રધાન બનશે. બાબાની આ વાત સાંભળી પ્રિયંકા ગાંધીએ હસતા મુખે ઓહ કહીને ત્યાંથી આગળ વધી ગયા હતા. આ ક્ષણનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાઈરલ થઈ રહ્યો છે.
મંદિરપ્રિયંકા ગાંધી આસામમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા અને આગામી ચૂંટણીની વ્યૂહનીતિ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
