હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જોડિયા બાળકોને માતાથી અલગ કરવા સૌથી મોટી ક્રૂરતાઃ સુપ્રીમ
બાળકોને માતાથી અલગ કરવા બદલ પતિની ટીકા કરી : પતિ અને પત્નીને આગામી સુનાવણી વખતે પોતાના બાળકોની સાથે જજોની સામે હાજર થવા આદેશ

નવી દિલ્હી,તા.૨૦: સુપ્રીમ કોર્ટે આજે લગ્નનાં વિવાદમાં છ મહિનાની ઉંમરનાં જોડિયા બાળકોને તેમની માતાથી અલગ કરવાને સૌથી વધુ ક્રૂરતાવાળો કેસ ગણાવ્યો હતો.
ન્યાયમૂર્તિ વિક્રમનાથ, ન્યાયમૂર્તિ સંદીપ મહેતા અને ન્યાયમૂર્તિ એન વી અંજારિયાની ખંડપીઠે દોઢ વર્ષનાં બાળકોને માતાથી અલગ કરવા બદલ પતિની ટીકા કરી હતી.
કોર્ટે અલગ રહેતા પતિ અને પત્નીને આગામી સુનાવણી વખતે પોતાના બાળકોની સાથે જજોની સામે ચેમ્બરમાં હાજર થવા જણાવ્યું છે.
ખંડપીઠે જણાવ્યું હતું કે પતિએ છ મહિનાનાં બાળકોને તેમની માતાથી અલગ કરીને ખૂબ જ મોટી ક્રૂરતા આચરી છે. બાળકોનું કલ્યાણ સર્વોપરી છે. આ ન્યાયની મજાક છે. છ મહિના જેટલા નાના બાળકોને તેમની માતાથી વંચિત રાખી શકાય નહીં. આ સર્વોચ્ચ ક્રૂરતા છે.
પતિના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે જોડિયા બાળકોના કેસમાં હાલની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવો ન જોઈએ કારણકે તે તેમના માટે નુકસાનકારક રહેશે.
બેન્ચે વકીલને જણાવ્યું હતું કે કોઇ પણ નાની કે દાદી છ મહિનાનાં બાળકની એવી સારસંભાળ રાખી ન શકે જેવી સારસંભાળ માતા રાખી શકે છે.
પતિના વકીલે દાવો કર્યો હતો કે તે પોતે જ પતિનું ઘર છોડીને જતી રહી હતી અને તેને બાળકો રાખવામાં કોઇ રસ ન હતો.
બેન્ચે પતિના વકીલને જણાવ્યું હતું કે જો તેને પોતાના બાળકોને સાથે રાખવામાં રસ ન હોત તો તેણે સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડ્યો ન હોત.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
