<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

સિદ્ધગિરી કેટલ શો નો પ્રારંભ કરાવતા ડો. કથીરિયા

રાજકોટઃ મહારાષ્‍ટ્રના કોલ્‍હાપૂર ખાતે આવેલ શ્રી સિધ્‍ધગિરી કનેરી મઠના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં સિદ્ધગિરી કેટલ શો નું  સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ મહોત્‍સવ નેશનલ મિશન ઓન નેચરલ મિશન ઓન નેચરલ મિશન ફામિઁગના નેચરલ ફામિઁગ ડેમોન્‍સ્‍ટ્રેશન ઘટક અંતર્ગત તેમજ દેશી ગૌ પ્રદર્શન સાથે આયોજીત થયો હતો. જેનું ઉદઘાટન પૂજયશ્રી કાડસિદધેશ્‍વર સ્‍વામીજીના સાનિધ્‍યમાં પૂર્વ કેન્‍દ્રિય કેબીનેટ પ્રધાન અને રાષ્‍ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન તથા જીસીસીઆઇના રાઉન્‍ડર ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયાના હસ્‍તે કરવામાં આવ્‍યું આ પ્રસંગે બકસરના સાંસદ લોકસભા કૃષિ, પશુપાલન અને ખાદ્ય પ્રક્રિયા અંગેની સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યશ્રી સુધાકરસિંહ, સર્વોદય કાર્યકરશ્રી વસંતજી ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં ૨૫૦થી વધુ દેશી ગાયો રજૂ કરવામાં આવી.

શ્રી કથિરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્‍યું કે, દેશી ગા આધારિત કૃષિ અને પ્રાકૃતિક ખેતી  ભારતની પરંપરાગત કૃષિ સંસ્‍કૃતિનો અધારસ્‍તંભ છે. શ્રેષ્‍ઠ ગૌવંશ નંદી ઘર બનાવવા તથા દૂધ ઉપરાંત ગૌ મૂત્ર અને ગોબરની ડેરી સ્‍થાપિત કરી ગૌ પાલકની  આવક વધારી મહિલા સ્‍વાવલંબન અને ઉદ્યમિતા પર ઉપસ્‍થિત જન સમુદાયને વિસ્‍તૃત માહિતી આપી હતી. આ કેટલ શો માં મહારાષ્‍ટ્ર, કર્ણાટકની લોકલ બ્રીડ જેવી કે ખીલ્લાર, મલ્લાડગીડા, પુંગનૂર, કૃષ્‍ણામહલ ઉપરાંત ગીર, કાંકરેજ અને થારપાકરની ગાયને તેમજ શ્રેષ્‍ઠ નંદીઓની હરિફાઇ યોજાઇ હતી. શ્રેષ્‍ઠ નંદીઓને ઇનામ વિતરણ કરાયું હતું. 

(2:51 PM IST)