News of Friday, 20th February 2026
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે ભારતની ‘એઆઈ' પ્રાથમિકતાઓ રજૂ કરી
ઉદ્યોગ અને શિક્ષણ જગતના દિગ્ગજોની બેઠકમાં ‘એઆઈ-મેટ' વ્હાઇટ પેપર લોન્ચ કરાયું

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્રોલોજી પ્રધાન શ્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી ખાતે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક બેઠકમાં ભારતને મેન્યુફેક્ચરિગ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવા માટેનું વિઝન રજૂ કર્યું હતું. ‘ઈન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ બે હજાર છવ્વીસ' અંતર્ગત યોજાયેલી આ બેઠકમાં તેમણે ‘‘એઆઈ ફોર મેન્યુફેક્ચરિગ એન્જાિનિયરિગ ટેક્રોલોજી (એઆઈ-મેટ)'' અંગેનું વ્હાઇટ પેપર કન્સેપ્ટ લોન્ચ કર્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદન અને તેની વેલ્યુ ચેઇનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જવાબદાર અને વ્યાપક ઉપયોગ કરીને ઉત્પાદકતા વધારવાનો છે. આ બેઠકમાં એમઆઈટી (અમેરિકા)ના ચાન્સેલર ડો. એરિક ગ્રીમસન ઉપરાંત માઇક્રોસોફટ ઈન્ડિયા, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, હિતાચી એનર્જી, સિસ્કો અને ઇન્ટેલ જેવી દિગ્ગજ કંપનીઓના સી-સ્યૂટ એક્ઝિક્યુટિવ્સ હાજર રહ્યા હતા. શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, એઆઈ એ વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ‘વિકસિત ભારત' બનાવવા માટેનો પાયાનો સ્તંભ છે. તેમણે નેમટેકને વિનંતી કરી હતી કે આ ટેક્રોલોજીનો લાભ છેવાડાના પ્રતિભાશાળી યુવાનો સુધી પહોંચાડવામાં આવે, જેથી ભારત પ્રિસિઝન ઇક્વિપમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં મોખરે રહી શકે. નિષ્ણાતોએ ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, ભારતના ઔદ્યોગિક પરિવર્તન માટે એમએસએમઈ એકમોમાં એઆઈનો સ્વીકાર અને વર્કફોર્સનું અપસ્કીલિગ અનિવાર્ય છે. સાયબર સુરક્ષા અને ઓપરેશનલ ટેક્રોલોજી વચ્ચેના જોખમોને ઘટાડવા માટે ઉદ્યોગ અને શિક્ષણ જગતે સાથે મળીને કામ કરવું પડશે. આ કાર્યક્રમ નેમટેક દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેનો હેતુ ઉદ્યોગ જગત, શિક્ષણ જગત અને સરકારને એક સહિયારા ગવર્નન્સ મોડલ હેઠળ લાવીને ભારતના ડિકાર્બોનાઇઝેશન અને આર્થિક વિકાસના એજન્ડાને વેગ આપવાનો છે.
એઆઈ-મેટ પહેલના મુખ્ય ફાયદા અને લક્ષ્યો
આ નવી પહેલ દ્વારા મેન્યુફેક્ચરિગ ક્ષેત્રે ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતામાં ધરખમ વધારો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ એમએસએમઈ એકમો અને નાના સાહસોને ટેક્રોલોજીકલ રીતે સશક્ત બનાવવામાં આવશે, જેથી તેઓ વૈશ્વિક બજારમાં ટકી શકે. આ ઉપરાંત, ભવિષ્યના પડકારોને ઝીલવા માટે એક એવું કુશળ વર્કફોર્સ તૈયાર કરવામાં આવશે જે એઆઈ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના સાધનોનો ઉપયોગ કરવામાં સક્ષમ હોય.
સમિટમાં સહભાગી થયેલ અગ્રણી સંસ્થાઓ
આ મહત્ત્વપૂર્ણ સમિટમાં શૈક્ષણિક ક્ષેત્રે એમઆઈટી (બોસ્ટન) અને આઈઆઈટી મદ્રાસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ જોડાઈ હતી. ઉદ્યોગ જગતમાંથી માઇક્રોસોફટ ઈન્ડિયા, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સિસ્કો, હિતાચી, રોકવેલ ઓટોમેશન અને પાલો અલ્ટો નેટવર્ક્સ જેવી કંપનીઓના વડાઓએ હાજરી આપીને ભારતના ઔદ્યોગિક માળખાને એઆઈ સજ્જ બનાવવા માટે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. (પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા)(
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
