News of Friday, 20th February 2026
બોર્ડ ઓફ પીસની મીટિંગમાં ખુદ ટ્રમ્પને થયો શાંતિનો અનોખો અહેસાસ: વારંવાર નિંદરમાં ઢળી પડતા દેખાયા
જેવું જેફર્સનું ભાષણ સમાપ્ત થયું છે, ત્યાં રહેલા લોકોએ તાળીઓનો ગડગડાત શરૂ કર્યો. તેના પછી અચાનક ડોનાલ્ડ ટ્રમ્પ જાગે છે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો સોશયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગાઝા પર ગઠિત બોર્ડ ઓફ પીસની આ બેઠકમાં ટ્રમ્પ ખુદને જાગૃત રાખવાની ભરપૂર કોશિશ કરી રહ્યા છે. જો કે વારંવાર તેઓ ઝોકાં ખાઈને ઉંઘમાં ઢળી પડતા દેખાય રહ્યા છે. આ દરમિયાન વક્તા બેઠકને સંબોધિત કરી રહ્યા છે અને ટ્રમ્પ ઉંઘમાં દેખાય રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશયલ મીડિયા પર લોકો ખૂબ ટીપ્પણીઓ કરી રહ્યા છે.
સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાઈરલ થઈ રહેલી ક્લિપમાં ટ્રમ્પને તેમની બોર્ડ ઓફ પીસ પહેલની શરૂઆતમાં બેઠેલા જોઈ શકાય છે. કેટલીક વાર સુધી તેમની આંખો બંધ રહી અને તેમનું માથું હળવું ઝુકેલું દેખાયું. આ દરમિયાન જેસ્પર જેફર્સ-III પોતાનું પ્રેઝન્ટેશન આપી રહ્યા હતા. જેવું જેફર્સનું ભાષણ સમાપ્ત થયું છે, ત્યાં રહેલા લોકોએ તાળીઓનો ગડગડાત શરૂ કર્યો. તેના પછી અચાનક ડોનાલ્ડ ટ્રમ્પ જાગે છે અને પોતાની આંખો ખોલે છે. થોડું રોકાયા બાદ તેમને અહેસાસ થાય છેકે ભાષણ સમાપ્ત થયું છે અને પછી તે પણ તાલીઓ વગાડવા લાગે છે.
જો કે સેશન દરમિયાન ઘણીવાર જોવા મળ્યું કે તેમની આંખો બંધ છે. કંઈક આવું ત્યારે પણ થયું કે જ્યારે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયર ભાષણ આપી રહ્યા હતા. ત્યાં સુધી કે તેમના ભાષણ દરમિયાન પણ ટ્રમ્પની પાપણો ભારે દેખાઈ રહી હતી. એક સોશયલ મીડિયા પોસ્ટમાં લખાયું છે કે ટ્રમ્પ બોર્ડ ઓફ પીસ મીટિંગ દરમિયાન ખુદને જગાડવાની ભરપૂર કોશિશ કરતા દેખાય રહ્યા છે. તેના પછી આ પોસ્ટ સોશયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ.
એક અન્ય યૂઝરે લખ્યું છે કે દુનિયા સળગી રહી છે અને ભાષણ ચાલી રહ્યું છે. ગ્લોબલ સિક્યોરિટી અને સ્થાયિત્વ. ડિપ્લોમસી પર ચર્ચા ચાલી હી છે. પરંતુ થઈ શું રહ્યું છે, સૌથી મહત્વનો વ્યક્તિ ઉંઘી રહ્યો છે.
આના પહેલા કેબિનેટ મીટિંગના ફૂટેજમાં પણ ટ્રમ્પ આંખો બંધ કરીને બેઠેલા જોવા મળ્યા. એક યૂઝરે ટીપ્ફણી કરી કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જ કેબિનેટ બેઠકમાં સુઈ ગયા. તેઓ સુસ્ત ન હતા થઈ રહ્યા, ધીરેધીરે પાપણો ઝપકાવી રહ્યા ન હતા, પરંતુ સુઈ ગયા હતા. આ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે, જે પોતાની પ્રશાસનિક ટીમના યુદ્ધ અપરાધો, તપાસો અને અરાજકતા વચ્ચે ઉંઘતા જોવા મળ્યા. આ શર્મનાકથી પણ પર છે. આ ખતરનાક છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
