News of Saturday, 21st February 2026
કાનપુરમાં સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્યની કાર પર હુમલો :કારના કાચ તૂટી ગયા
મોટરસાઇકલ પર આવેલા ત્રણ અજાણ્યા યુવાનોએ ભૂતપૂર્વ ધારાસભ્યની કાર પર પથ્થરમારો કર્યો

કાનપુરના બિથૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિંઘપુર ચોકડી પર સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય મણીન્દ્ર નાથ શુક્લાની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે મોટરસાઇકલ પર આવેલા ત્રણ અજાણ્યા યુવાનોએ ભૂતપૂર્વ ધારાસભ્યની કાર પર પથ્થરમારો કર્યો હતો, જેનાથી કારના કાચ તૂટી ગયા હતા. હુમલા અંગે પૂર્વ ધારાસભ્યએ બિથૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
