News of Saturday, 21st February 2026
ભારત-અમેરિકા વ્યાપાર કરાર: ટ્રમ્પની મહત્વની જાહેરાત, ભારત માટે સ્થિતિ યથાવત
ભારતને મોટી રાહત: અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં કોઈ ફેરફાર નહીં થાય, ટ્રમ્પે આપી ખાતરી

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વ્યાપારિક સંબંધો અંગે એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથેના વર્તમાન વ્યાપાર કરારમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તાજેતરમાં જ્યારે અમેરિકા અન્ય દેશો પર નવા ટેરિફ (શુલ્ક) લાદી રહ્યું છે, ત્યારે ભારત માટે 'સ્થિતિ જૈસે થી' (નથીંગ ચેન્જીસ) રાખવાની જાહેરાત ભારતીય અર્થતંત્ર અને નિકાસકારો માટે ખૂબ જ સારા સમાચાર માનવામાં આવે છે.
ટેરિફમાં ઘટાડો: અમેરિકાએ ભારત પર અગાઉ લાદવામાં આવેલા ૨૫% દંડાત્મક ટેરિફને હટાવી દીધો છે. હવે ભારત માટે પારસ્પરિક ટેરિફ દર ૨૫% થી ઘટાડીને ૧૮% જ રહેશે.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
