News of Saturday, 21st February 2026
ગ્લોબલ પોપ સ્ટાર શકીરા ૧૯ વર્ષ બાદ ભારત આવશે
દિલ્હી અને મુંબઈમાં તેના કોન્સર્ટ થશે

નવી દિલ્હીતા.૨૧: વિશ્વની પ્રખ્યાત પોપ સ્ટાર અને અનેક ગ્રેમી એવોર્ડ જીતી ચૂકેલી શકીરા ભારત આવવાની છે. ૧૯ વર્ષ બાદ તે ભારતમાં આવીને પર્ફોર્મ કરશે. આગામી ૧૦ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન તેના લાઇવ શો થવાના છે. આ જાણકારી ફીડિગ ઇન્ડિયા અને ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટોએ આપી છે.
શકીરા ભારતમાં છેલ્લીવાર ૨૦૦૭માં મુંબઈમાં આવી હતી, જ્યાં તેણે ઓરલ ફિક્સેશન ટૂર માટે પર્ફોર્મ કર્યું હતું. ફીડિગ ઇન્ડિયા એક નોન-પ્રોફિટ સંસ્થા છે જે ભૂખ અને કુપોષણને લઈને કામ કરે છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ કોન્સર્ટનો ઉદ્દેશ મનોરંજન માટે નથી પણ ભૂખ અને કુપોષણ જેવા મુદ્દાઓ પર જાગૃતતા લાવવાનો છે.
એપ્રિલ મહિનામાં શકીરા આવવાની છે અને તે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ અને દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં પર્ફોર્મ કરવાની છે. આ માહિતી સામે આવ્યા બાદ શકીરાના ફેન્સ પણ ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા છે. તેના દરેક કોન્સર્ટમાં મોટા પ્રમાણમાં લોકોની હાજરી હોય છે.
એક પ્રેસ નોટમાં શકીરાએ એવું પણ કહ્યું કે ભારતમાં પર્ફોર્મ કરવું મારા માટે હંમેશા ખાસ રહ્યું છે. સાથે જ તેણે કહ્યું કે હું મુંબઈ અને દિલ્હીના ફેન્સને મળવા ઉત્સાહિત છું. ફીડિગ ઇન્ડિયા કોન્સર્ટ માત્ર મ્યુઝિક નહીં પણ બાળકોના પોષણ માટે ઊભા રહેવાનો સંદેશ છે.
શકીરા તેના સુપરહિટ ગીતો હિપ્સ ડોન્ટ લાઇ, વ્હેનએવર વેરએવર અને વાકા વાકા માટે જાણીતી છે. સાથે જ તે પોતાની એનર્જેટિક સ્ટેજ પર્ફોર્મન્સ અને દમદાર પર્ફોર્મન્સને કારણે પણ જાણીતી છે. જેથી તેના ફેન્સ આતુરતાથી આ કોન્સર્ટની રાહ જોઈ રહ્યા છે.
શકીરા ગીતો સિવાય બેયરફુટ ફાઉન્ડેશન દ્વારા બાળકોની શિક્ષા અને બાળકોના ભલામણ માટે પણ કામ કરે છે. આ પહેલા ફીડિગ ઇન્ડિયાના લક્ષ્ય સાથે મેળ ખાય છે, જે ભૂખ અને કુપોષણ સામે કામ કરી રહી છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
