News of Sunday, 22nd February 2026
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદે ભયાનક તંગ સ્થિતિ: પાક વાયુસેના દ્વારા આતંકવાદી કેમ્પો પર જોરદાર હવાઈ હુમલા: મૃત્યુ આંક ૩૦ ઉપર પહોંચ્યો*

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે. રવિવારે વહેલી સવારે પાકિસ્તાની સેનાએ અફઘાન સરહદ નજીક આવેલા કથિત આતંકવાદી કેમ્પો પર જોરદાર હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં અફઘાનિસ્તાનના તાલિબાન નિયંત્રિત વિસ્તારોમાં આશરે ત્રીસ લોકોના મોત થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. પાકિસ્તાનનો દાવો છે કે આ કેમ્પો પાકિસ્તાન વિરોધી આતંકવાદી ગતિવિધિઓના કેન્દ્રો હતા, જ્યારે અફઘાનિસ્તાને આ હુમલાને તેની સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવ્યો છે.
તાલિબાન સરકારે આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને ચેતવણી આપી છે કે આવા ઉશ્કેરણીજનક કૃત્યો ગંભીર પરિણામો લાવી શકે છે. બીજી તરફ, પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી હુમલાઓ વધ્યા છે, જેનો દોષ પાક સરકાર અફઘાન સરહદે છુપાયેલા સંગઠનો પર મઢી રહી છે.
સરહદ પરની આ હિંસાને કારણે બંને દેશોના સૈનિકો સામસામે આવી ગયા છે અને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યો છે અને બંને પક્ષોને સંયમ જાળવવા અપીલ કરી રહ્યો છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
