News of Sunday, 22nd February 2026
IIT બોમ્બે હોસ્ટેલ પરિસરમાં વિદ્યાર્થીની બેગમાંથી પાંચ જીવંત મળતા ખળભળાટ
પોલીસે સર્વોત્તમ આનંદ સતીશચંદ્ર ચૌધરી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો : સર્વોત્તમે બિહારના મુંગેરથી કારતૂસ ખરીદવાની કબૂલાત કરી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે (IIT પવઈ) હોસ્ટેલ પરિસરમાં એક વિદ્યાર્થીની બેગમાંથી પાંચ જીવંત 7.65mm કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
મળતા હેવાલો અનુસાર, સુરક્ષા કર્મચારીઓને એક બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે IIT પવઈ હોસ્ટેલ પરિસરમાં એક વિદ્યાર્થી કારતૂસ લઈને જઈ રહ્યો છે. માહિતીના આધારે, સુરક્ષા કર્મચારીઓએ સુરક્ષા તપાસ હાથ ધરી અને વિદ્યાર્થીની બેગમાંથી પાંચ લાઈવ 7.65mm કારતૂસ મળી આવ્યા. પવઈ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી. પોલીસે સર્વોત્તમ આનંદ સતીશચંદ્ર ચૌધરી (23) વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન સર્વોત્તમે બિહારના મુંગેરથી કારતૂસ ખરીદવાની કબૂલાત કરી હતી. આ પછી, પવઈ પોલીસે તેની સામે ગેરકાયદેસર રીતે દારૂગોળો રાખવા અને પરિવહન કરવા બદલ કેસ નોંધ્યો હતો
પોલીસ હવે સંભવિત ગેરકાયદેસર સપ્લાય નેટવર્ક અને ઘટના પાછળના હેતુની સંપૂર્ણ તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ સર્વોત્તમની માહિતીના આધારે કારતૂસ વેચનાર વ્યક્તિની શોધ કરી રહ્યા છે, અને આ બાબતની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી રહી છે. ઉપરાંત, તે પણ તપાસવામાં આવી રહી છે કે સર્વોત્તમે અત્યાર સુધી આ કારતૂસ કોને આપ્યા છે.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
