તા. ૧૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ સોમવાર
News of Monday, 23rd February 2026
૭ સ્તંભવાળા મંત્ર માટે ૮૮ દેશોએ આપ્યું સમર્થન
ભારત બન્યું AIનું વિશ્વગુરુ! : આ સમિટમાં વિશ્વના શક્તિશાળી દેશોએ એક સૂરમાં માન્યું કે AIના વિકાસ પર કોઈ એક દેશનો એકાધિકાર ન હોવો જોઈએ

નવી દિલ્હીના,તા.૨૩: દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬ના સમાપન પર જાહેર કરવામાં આવેલું ‘નવી દિલ્હી ડેક્લેરેશન' માનવતા માટે સુરક્ષિત ભવિષ્યનો સંકલ્પ છે. ભારતે ફરી એક વાર વસુધૈવ કુટુંબકમની ભાવના વિશ્વ સમક્ષ રજૂ કરીને સ્પષ્ટ કર્યું કે ટેક્રોલોજી ત્યારે જ સફળ થાય છે જ્યારે એનો લાભ સમાજની છેલ્લી વ્યક્તિ સુધી પહોંચે છે.
નવી દિલ્હીમાં આયોજિતAI ઇમ્પેક્ટ સમિટે AI ભવિષ્ય માટે એક નવો રોડમેપ રજૂ કર્યો હતો. ભારત દ્વારા આયોજિત આ સમિટમાં ૮૮ દેશો અને સંગઠનોએ ભાગ લીધો હતો. એમાં ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય'ના સિદ્ધાંતને અનુસરીને AI ફાયદાઓ સમગ્ર માનવતા સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ સમિટથી ભારત ખ્ત્નો વિશ્વગુરુ બન્યો હતો અને આ પ્રસંગે જાહેર કરવામાં આવેલા ૭ સ્તંભોના ડેક્લેરેશનને ૮૮ દેશોએ સમર્થન આપ્યું હતું.
આ સમિટમાં વિશ્વના શક્તિશાળી દેશોએ એક સૂરમાં માન્યું કે ખ્ત્ના વિકાસ પર કોઈ એક દેશનો એકાધિકાર ન હોવો જોઈએ, એને લોકશાહી રીતે બધા માટે સુલભ બનાવવી જોઈએ.
આ ઐતિહાસિક ડેક્લેરેશનમાં ૭ સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે શિક્ષણથી લઈને અર્થતંત્ર સુધી દરેક ક્ષેત્રમાં ક્રાન્તિ લાવવાની ક્ષમતા ધરાવે છે. સમિટમાં ભાગ લેનારા દેશોએ સ્વીકાર્યું કે આપણે ટેકનોલોજિકલ વિકાસના એક એવા વળાંક પર ઊભા છીએ જ્યાં આપણા નિર્ણયો આગામી પેઢીનું ભવિષ્ય નક્કી કરશે. આ પ્લેટફોર્મ પરથી ભારતે વિશ્વને શીખવ્યું કે AI ઉપયોગ ફક્ત વ્યવસાય માટે જ નહીં, સામાજિક ભલાઈ અને આર્થિક સમાનતા માટે પણ થવો જોઈએ. આ સમિટ પણ ખાસ હતી, કારણ કે એમાં માત્ર શ્રીમંત રાષ્ટ્રો જ નહીં પરંતુ વિકાસશીલ દેશોની જરૂરિયાતોને પણ કેન્દ્રમાં રાખવામાં આવી હતી.
શિખર સંમેલન દરમ્યાન ૭ મુખ્ય સ્તંભોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
પહેલું ચક્ર હ્યુમન કેપિટલનો વિકાસ છે, જેનો અર્થ એ છે કે લોકોને AI યુગ માટે તૈયાર કરવા.
બીજા ચક્રનો ઉદ્દેશ સામાજિક સશક્તીકરણ માટે પહોંચ વધારવાનો છે, જેથી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આ ટેક્રોલોજીનો લાભ મેળવી શકે.
ત્રીજું ચક્ર AI સિસ્ટમ્સની વિશ્વસનીયતા પર ભાર મૂકે છે.
ચોથું ચક્ર ઊર્જા કાર્યક્ષમતા સાથે સંબંધિત છે, જેથી એ પર્યાવરણને નુકસાન ન પહોંચાડે.
પાંચમું ચક્ર વિજ્ઞાનમાં ખ્ત્ના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું છે.
છઠ્ઠું ચક્ર સંસાધનોનું લોકશાહીકરણ છે.
સાતમું ચક્ર આર્થિક વિકાસ અને સામાજિક ભલા માટે ખ્ત્નો ઉપયોગ કરવાનું છે.
આ ૭ ચક્ર મળીને એક ઇકોસિસ્ટમ બનાવશે જ્યાં મશીનો માનવો માટે મદદરૂપ થશે, તેમના માટે ખતરો નહીં.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
