News of Monday, 23rd February 2026
ગ્રે ડિવોર્સઃ ઢળતી સંધ્યાએ અમે નહીં માત્ર હું
હાઈફાઈ પરિવારો કે સેલિબ્રિટીઝમાં જ નહીં મધ્યમ વર્ગમાં પણ ગ્રે ડિવોર્સનું વધતું પ્રમાણ સમાજ માટે ચિંતાજનક : સાત ફેરાના સાત જનમના વચનો પર આધુનિક વિચારધારાની કાતર ફરીઃ ડિજિટલ યુગની વરવી વાસ્તવિકતા

મુંબઈ,તા.૨૩: કહેવાય છે કે લગ્ન એ માત્ર બે વ્યક્તિનું મિલન નથી. પણ બે આત્માઓનો સંગમ છે. ભારતીય સંસ્કૃતિમાં લગ્નને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. પરંતુ ડિજિટલ યુગમાં પવિત્ર આ સંબંધને પヘમિી સંસ્કૃતિ અને આધુનિક વિચારધારાની હવા લાગી ગઇ છે. વર્ષો સુધી એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી બન્યા પછી, જ્યારે માથાના વાળ ધોળા પાલ, નિવૃત્તિનો સમય આવે ત્યારે આરામથી સાથે બેસીને ચા પીવાની ઉંમરે આજે દંપતીઓ અલગ થવાનો નિર્ણય લઇ રહ્યા છે. જે ઊંમરે દંપત્તિને એકબીજાનો સહારો કહો કે સાથે-સંગાથની વધુ જરૂર હોય તે ૫૦-૯૦ની વર્ષે છૂટાછેડા લેવા કોર્ટના પગથિયા ચઢી રહ્યા છે.
ફોરેન કન્ટ્રીઝ, હાઈ પ્રોફાઇલ પરિવારો, સેલિબિટીઝમાં જોવા મળતા આ બે ડિવોર્સના કિસ્સા હવે મધ્યમ-સામાન્ય પરિવારમાં પણ ચિતાજનક રીતે જોવા મળી રહ્યા છે, જે ભારતીય કૌટુંબિક વ્યવસ્થા માટે લાલબત્તી સમાન છે. છેલ્લાં એક દાયકામાં દેશના મેટ્રો શહેરોમાં ૫૦ વર્ષથી વધુ ઉંમરના દંપતીઓના છૂટાછેડા (ચે ડિવોર્સ)ના કેસોમાં ચોકાવાનારો ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોની ફેમિલી કોર્ટમાં મેં ડિવોર્સના કેસ નોંધાય રહ્યા છે. થણાં કિસ્સાઓમાં દંપતીઓ સામાજિક પ્રતિષ્ઠાને કારણે કોર્ટમાં નથી જતા, પણ ૫૦-૯૦ની ઉંમરે અરસપરસ સંમત્તિથી અલગ-અલગ ઘરમાં રહેવાનું પસંદ કરે છે, જેને ‘‘સાયલન્ટ ગ્રે ડિવોર્સ'' કહેવાય છે.
ગ્રે ડિવોર્સ એટલે શું?: પહેલાના સમયમાં લોકો છૂટાછેડાને પોતાના પરિવારની પ્રતિષ્ઠા વિરુદ્ધ કહો કે કલંક સમાન સમજતા હતા જે છુટાછેડા આજના જમાનામાં નોર્મલ થઇ ગયા છે. મોટી ઉંમરે હવે ગ્રે ડિવોર્સનું ગ્રહણ લાગ્યું છે. જ્યારે દપત્તિ ૨૦-૨૫ વર્ષ કે તેથી વધુ સમયના લગ્નજીવન એટલે કે ૫૦ની વય વટાવ્યા પછી પરસ્પર સંમત્તિથી અલગ થવાનો નિર્ણય લે છે. ત્યારે તેને ગ્રે ડિવોર્સ કહેવામાં આવે છે. આ નામ મોટી ઊંમરે થતા વાળના ગ્રે (સફેદ જેવા) રંગ પરથી પડયું છે.
નવી પેઢીને સંસ્કાર-સંયમના પાઠ કોણ ભણાવશે..?
૪ ભારતીય સંસ્કૃતિમાં પરિવાર એ પાયાનો એકમ છે. જો ઘરડા મા-બાપ જ આ રીતે વિખૂટા પડશે તો આવનારી પેઢીને સરકાર અને સંયમના પાઠ કોણ ભણાવશે? લગ્નજીવનમાં સમયસર સંવાદનો સેતુ જળવાઇ અને એકબીજાની નાની-નાની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા રાખવામાં આવે તો ઢળતી સાંજે છવાતો આ એકલતાનો અંધકાર ટાળી શકાય તેમ છે.
(એડવોકેટ)
દર ૧૦૦ માંથી ૩ કેસ ગ્રે ડિવોર્સના નોંધાય છે
આજથી ૧૦ વર્ષ પહેલા ગે ડિવોર્સના રેર કેસ જ નોંધાતા હતા, પણ છેલ્લા કેટલાક વર્ષોથી સિનારિયો બદલાયો છે. કોવિડ પછી નોંધપાત્ર કેસો નોંધાઇ રહ્યા છે. દર ૧૦૦ માંથી ૩ કેસ ગ્રે ડિવોર્સના હોય છે. પતિ પત્ની સતાનોના ઉછેર કરિયરની દોડધામમાં પોતાની વરસેના મનદુઃખને દબાવી રાખતા હતા. સંતાનો સેટ થયા બાદ દંપત્તિને એકબીજાના અસ્તિત્વનો અહેસાસ કરાવે છે જે અંતર વર્ષોથી હતુ તે હવે પહાડ જેવું ભાસવા લાગે છે. પરિણામે બાકીનું જીવન શાંતિથી જીવવું છે તેમ કર્યો ૨૫-૩૦ વર્ષ જુના સબંધો પર પૂર્ણ વિરભ મૂકી દે છે. બીજું કે,પહેલાંના સમયમાં ષીઓ નસીબ માનીને આખું જીવન સહન કરી લેતી હતી પરંતુ હવે મહિલાઓ આર્થિક રીતે સક્ષમ કે પોતાના હક પ્રત્યે જાગૃત બની છે.
(એડવોકેટ)
ડિપ્રેશન, અનિદ્રા, અલ્ઝાઇમર જેવી માનસિક બિમારીનું જોખમ
ગ્રે ડિવોર્સ પાછળ કોઇ એક કારણ હોતું નથી પણ વર્ષોથી જમા થયેલો માનસિક ભાર જવાબદાર હોય છે. મોટી ઊંમરે લીધેલા છૂટાછેડા ઇન્સ્ટન્ટ રિલિક તો આપી શકે છે પણ લોંગ ટર્મમાં તે ગંભીર ડિપ્રેશન, અનિદ્રા, અઝાઇમર જેવી માનસિક બિમારીનું જોખમ વધારે છે. સાથોસાથ ગ્રે ડિવોર્સ માટે દંપતી બુદ્ધિથી તો નિર્ણય લઈ લે છે. પરંતુ લાગણીઓથી લાચાર થઈ જતો હોય છે.
મનોચિકિત્સક
સંતાનો સેટલ થયા, હવે જીવવું છે
શહેરના એક મધ્યમવર્ગીય પરિવારમાં ૪૮ ૧૧ વર્ષના પત્નીએ પ૨ વર્ષના પતિ પાસે છૂટાછેડા માંગ્યા. લગ્નના ૨૬ વર્ષ થયા હતા. પત્નીએ કોર્ટમાં અરજી કરી જણાવ્યું કે, વર્ષો સુધી પતિનો ગુસ્સો અને અપમાન માત્ર બાળકો માટે સહન કર્યો. હવે દીકરો અમેરિકા સેટલ થઈ ગયો અને દીકરી સાસરે છે. હવે મારે બાકીના ૧૦-૧૫ વર્ષ માનસિક શાંતિથી જીવવા છે. આ દંપત્તિ છૂટાછેડા લઇ અલગથી રહે છે.
મારી આઝાદી છીનવી રહ્યા છે
શહેરના પોશ વિસ્તારમાં રહેતી ૬૦ વર્ષીય પત્નીએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી. ૬૫ વર્ષીય પતિ મલ્ટી નેશનલ કંપનીમાં ઊંચી પોસ્ટ પર ફરજ બજાવી રિટાયર્ડ થયા હતા. તેમના સતાનો વિદેશ સ્થાયી થઇ ગયા બાદ વાત વણસવા લાગી હતી. સુખ-સમૃદ્ધિ છતા દંપત્તિ વચ્ચે નાની-નાની બાબતોમાં કચકય થતી હતી. પતિને લાગ્યું કે પત્ની હવે તેમનું સન્માન નથી કરતી, જ્યારે પત્નીને લાગ્યું કે પતિ તેમની આઝાદી છીનવી રહ્યા છે. હાલ, દાદા-દાદી વિધિવત્ છૂટા પડી પોતપોતાની લાઇફ જીવી રહ્યા છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
