News of Monday, 23rd February 2026
દરેકે પાણી બચાવવા નાના-નાના પ્રયાસો કરવા જોઇએઃ નરેન્દ્રભાઇ
મન કી બાતના ૧૩૧માં એપીસોડમાં પીએમ મોદીની વિવિધ મુદે ચર્ચા : એઆઇ, યુવા સ્ટાર્ટ અપ, હસ્તપ્રતોનું ડીજીટાઇઝેશન, રમતગમત, બાળકીનું અંગદાન સહિતના વિષયો ઉપર ખુલીને વાત કરી

નવી દિલ્હીઃ તા.૨૩: ગઇકાલે વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત' ના ૧૩૧મા એપિસોડ દ્વારા દેશના નાગરિકોને સંબોધિત કર્યા હતા. આ ખાસ પ્રસંગે તેમણે કળત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ના ક્ષેત્રમાં ભારતની વધતી જતી શક્તિ પર વિશેષ ભાર મૂકયો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે ‘મન કી બાત'એ દેશવાસીઓની સિદ્ધિઓને ઉજાગર કરવાનું એક સશક્ત માધ્યમ બની રહ્યું છે. તાજેતરમાં દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી ગ્લોબલ એઆઈ ઈમ્પેક્ટ સમિટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ સમિટમાં ભારતની તકનીકી પ્રગતિ જોઈને વિશ્વના નેતાઓ અને મોટા ઉદ્યોગપતિઓ પ્રભાવિત થયા હતા.
આ સમિટ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવેલા પ્રયોગો વિશે વાત કરતા વડાપ્રધાને અમૂલના બૂથનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સમજાવ્યું કે કેવી રીતે એઆઈ ટેકનોલોજી પશુઓની સારવારમાં મદદરૂપ સાબિત થઈ રહી છે. ખેડૂતો હવે એઆઈ ની મદદથી ચોવીસ કલાક પોતાના પશુઓના સ્વાસ્થ્ય અને ડેરી ઉત્પાદન પર દેખરેખ રાખી શકે છે. આ ટેકનોલોજી કળષિ અને પશુપાલન ક્ષેત્રે એક નવી ક્રાંતિ લાવી રહી છે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં એઆઈ ની શક્તિનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કેવી રીતે થઈ શકે, તે દિશામાં આ સમિટ એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થશે. તેમણે ભારતના યુવા સ્ટાર્ટ-અપ સાહસિકોના પણ વખાણ કર્યા જેઓ આ ક્ષેત્રમાં નવા સંશોધનો કરી રહ્યા છે.
નરેન્દ્રભાઈ મોદીભાઇએ મન કી બાત કાર્યક્રમમાં ભારતની સંસ્કળતિ અને આધુનિક ટેકનોલોજીના અદભૂત સમન્વયની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે એઆઈ માત્ર ભવિષ્યની ટેકનોલોજી નથી, પરંતુ તે આપણા ગૌરવશાળી ભૂતકાળને સાચવવામાં પણ મદદ કરી રહી છે. પીએમ મોદીએ સમિટમાં રજૂ કરાયેલા એક ખાસ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ભારતના પ્રાચીન ગ્રંથો અને હસ્તપ્રતોને આજના જમાનાને અનુરૂપ બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રદર્શનમાં આયુર્વેદના મહાન ગ્રંથ ‘સુશ્રુત સંહિતા'ને ડિજિટલ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો હતો, જે જોઈને વિશ્વભરના પ્રતિનિધિઓ આヘર્યચકિત થઈ ગયા હતા.
પીએમ મોદીએ આ પ્રક્રિયા વિશે વિગતે સમજાવતા કહ્યું કે, પ્રથમ તબક્કામાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને જૂની અને જર્જરિત હસ્તપ્રતોની છબીઓની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે છે. ત્યારબાદ બીજા તબક્કામાં, એઆઈ તે છબીઓને મશીન દ્વારા વાંચી શકાય તેવા લખાણમાં રૂપાંતરિત કરે છે. આ રીતે આપણું હજારો વર્ષ જૂનું જ્ઞાન સુરક્ષિત થઈ રહ્યું છે અને નવી પેઢી તેને સરળતાથી સમજી શકશે. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે આપણી સંસ્કળતિને સાચવવા માટે આધુનિક વિજ્ઞાનનો ઉપયોગ કરવો એ આજના સમયની માંગ છે. આ પ્રયાસોથી ભારતની પ્રાચીન વિરાસત વૈશ્વિક મંચ પર નવા સ્વરૂપે પ્રસ્થાપિત થઈ રહી છે.
ઉપરાંત પીઅમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં રમતગમત પ્રત્યે દેશવાસીઓના ઉત્સાહનો ઉલ્લેખ કર્યો હતો. હાલમાં ચાલી રહેલી ટી-૨૦ વર્લ્ડ કપની મેચોના સંદર્ભમાં તેમણે કહ્યું કે, રમતગમત માત્ર સ્પર્ધા નથી પણ તે દેશને એક કરવાનું કામ કરે છે. પીએમ મોદીએ એક ખાસ વાત નોંધી કે જ્યારે આપણે મેચ જોતા હોઈએ છીએ, ત્યારે આપણી નજર કોઈ ચોક્કસ ખેલાડી પર અટકી જાય છે. ઘણીવાર એ ખેલાડી બીજા દેશની જર્સી પહેરીને રમતો હોય છે, પરંતુ તેનું નામ સાંભળતા જ આપણને ગર્વની લાગણી થાય છે કારણ કે તે ખેલાડી ભારતીય મૂળનો હોય છે.
પીએમ મોદીએ ભાવુક થતા કહ્યું કે, ભલે તે ખેલાડીઓ અન્ય દેશો માટે રમતા હોય અને તેમના પરિવારો ત્યાં સ્થાયી થયા હોય, પરંતુ તેમના હૃદયના કોઈ ખૂણામાં હજુ પણ ભારત પ્રત્યેનો પ્રમ જીવંત હોય છે. ભારતીય મૂળના ખેલાડીઓ જ્યારે વૈશ્વિક સ્તરે ઉત્કળષ્ટ પ્રદર્શન કરે છે, ત્યારે દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થાય છે. વડાપ્રધાને શ્નજે રમે તે ખીલેઙ્ખ ના મંત્રને દોહરાવતા યુવાનોને રમતગમતમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે મેદાનમાં જે પરસેવો પાડે છે, તે જ જીવનમાં સફળતાના શિખરો સર કરે છે. રમતગમત દ્વારા શિસ્ત અને ખેલદિલીની ભાવના કેળવાય છે જે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનો ફાળો આપે છે.
મન કી બાતના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેરળની એક હૃદયદ્રાવક છતાં પ્રેરણાદાયી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ૧૦ મહિનાની નાનકડી બાળકી આલિન શેરીન અબ્રાહમ વિશે વાત કરી, જેણે ખૂબ જ નાની ઉંમરે દુનિયા છોડી દીધી. પીએમ મોદીએ કહ્યું કે કોઈપણ માતા-પિતા માટે પોતાના બાળકને ગુમાવવાથી મોટું કોઈ દુઃખ નથી, અને આલિનના માતા-પિતા પણ અત્યંત પીડામાંથી પસાર થઈ રહ્યા હતા. જોકે, આ મુશ્કેલ સમયમાં પણ આલિનના પિતા અરુણ અબ્રાહમ અને માતા શેરીને જે નિર્ણય લીધો તેણે માનવતાનું ઉત્કળષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દંપતીએ પોતાની વહાલી પુત્રીના અંગોનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. પીએમ મોદીએ આ નિર્ણયની પ્રશંસા કરતા કહ્યું કે, આલિનના અંગદાનથી અન્ય અનેક લોકોને નવું જીવન મળશે. આ નિર્ણય તેમના વિશાળ વ્યક્તિત્વ અને ઉમદા વિચારસરણીનું પ્રતીક છે. વડાપ્રધાને જણાવ્યું કે જ્યારે તેઓ પોતાની પુત્રીના મળત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા હતા, ત્યારે પણ તેમના મનમાં અન્ય લોકોને મદદ કરવાની ભાવના હતી. તેઓ ઈચ્છતા હતા કે અન્ય કોઈ પરિવારને આવો દુખદ દિવસ ન જોવો પડે. આલિનના માતા-પિતાનો આ ત્યાગ સમાજ માટે એક મોટી શીખ છે અને તે અંગદાનના મહત્વ વિશે જાગળતિ લાવવામાં મદદરૂપ થશે.
વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશના નાગરિકોને વધતી જતી સાયબર છેતરપિંડી સામે કડક ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે આજકાલ ડિજિટલ યુગમાં ગુનેગારો અવનવી રીતે લોકોને છેતરી રહ્યા છે. પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી કે ઘણીવાર વરિષ્ઠ નાગરિકો તેમની આખી જિંદગીની બચત આવા છેતરપિંડી કરનારાઓના કારણે ગુમાવી બેસે છે. સાયબર ગુનેગારો ભાવનાત્મક રીતે અથવા ડર બતાવીને લોકો પાસેથી પૈસા પડાવતા હોય છે. તેમણે લોકોને અજાણ્યા ફોન કોલ કે લિંક પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી હતી.
પીએમ મોદીએ વાલીઓને પણ ખાસ સાવધ રહેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કયારેક ગુનેગારો બાળકોની ફી ભરવાના બહાને અથવા બાળકો કોઈ મુશ્કેલીમાં હોવાનું કહીને વાલીઓ પાસે પૈસા માંગે છે. આવા સમયે ગભરાવાને બદલે સતર્ક રહીને તપાસ કરવી જોઈએ. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે કોઈ પણ બેંક કે સરકારી સંસ્થા ફોન પર તમારી અંગત વિગતો કે પાસવર્ડ માંગતી નથી. જો કોઈ આવી માંગણી કરે તો તરત જ પોલીસ અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઇનનો સંપર્ક કરવો જોઈએ. વડાપ્રધાને ડિજિટલ સુરક્ષાને પ્રાથમિકતા આપવા અને ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવા પર ભાર મૂકયો હતો.
મન કી બાત કાર્યક્રમના અંતિમ ચરણમાં પીએમ નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને જળ સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે પાણીની દરેક બુંદ કિંમતી છે અને તેને બચાવવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. વડાપ્રધાને દેશના જુદા જુદા ભાગોમાં જળ સંરક્ષણ માટે થઈ રહેલા નવતરપ્રયોગોના ઉદાહરણો આપ્યા હતા. તેમણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ચેકડેમ અને તળાવોના પુનરુત્થાન માટે કામ કરી રહેલા લોકોના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે જો આપણે અત્યારે પાણી નહીં બચાવીએ તો આવનારી પેઢીને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે.
વડાપ્રધાને સૂચન કર્યું કે દરેક નાગરિકે પોતપોતાની રીતે પાણી બચાવવા માટે નાના નાના પ્રયાસો કરવા જોઈએ, જેમ કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને બિનજરૂરી પાણીનો બગાડ અટકાવવો. તેમણે ‘કેચ ધ રેઈન' અભિયાનને વેગ આપવા પણ અપીલ કરી હતી. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનભાગીદારીથી આપણે ભારતને જળ-સુરક્ષિત રાષ્ટ્ર બનાવી શકીએ છીએ. આ સાથે જ તેમણે સ્વચ્છતા અભિયાનને પણ સતત ચાલુ રાખવા અને પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા પર ભાર મૂકયો હતો. વડાપ્રધાને તમામ દેશવાસીઓને રાષ્ટ્રના વિકાસમાં પોતપોતાનું યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
