<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

નિસાને રૂ.૫.૬૫ લાખની પ્રારંભિક કિંમત સાથે બિલકુલ નવી ગ્રેવાઇટના લોન્‍ચ કરી

જે નિસાન મોટર ઇન્‍ડિયાની નવી પ્રોડકટ ઓફેન્‍સિવ વ્‍યૂહરચના હેઠળ રજૂ કરવામાં આવી

ઉદયપુર, તા.૨૩: - નિસાન મોટર ઈન્‍ડિયાએ આજે રૂ. ૫.૬૫ લાખની આકર્ષક પ્રારંભિક કિંમતે બિલકુલ નવી નિસાન ગ્રેવાઇટ લોન્‍ચ કરવાની જાહેરાત કરી હતી. બોલ્‍ડ અને ગેમપ્રચેન્‍જિંગ ૭ સીટર એમપીવી એવી ગ્રેવાઇટ નિસાન ઈન્‍ડિયાની સફરમાં એક નવા પ્રકરણના પ્રારંભને દર્શાવે છે.

ભારતથી પ્રેરિત, ભારતમાં બનેલી, ભારત માટે બનેલી ગ્રેવાઇટ નિસાન મોટર ઈન્‍ડિયાની નવી પ્રોડક્‍ટ છે, જે નિસાન મોટર ઈન્‍ડિયાની નવી પ્રોડક્‍ટ ઓફેન્‍સિવ વ્‍યૂહરચના હેઠળ રજૂ કરવામાં આવી છે, જે ભારતમાં કંપનીની મજબૂત પ્રતિબદ્ધતા તથા હાજરીનો સંકેત આપે છે.

૧.૪ અબજ ભારતીયો અને દેશની વિવિધતાને આકાર આપતી ૧૯,૦૦૦થી વધુ ભાષાઓ તથા પરંપરાઓમાંથી ગ્રેવાઇટ (“GRAVITE”) નામની પ્રેરણા મળી છે. ગ્રેવાઇટને ખાસ કરીને ભારતીય પરિવારોની બદલાતી આકાંક્ષાઓને પહોંચી વળવા માટે હેતુપૂર્વક બનાવવામાં આવી છે. તે  જગ્‍યા, વિવિધ પ્રકારની ઉપયોગિતા, આરામ અને રોજબરોજના વ્‍યવહારુ ઉપયોગ સાથે રસ્‍તા પર મજબૂત હાજરીનો સમન્‍વય ધરાવે છે.

નિસાન અને ઇન્‍ફિનિટીના મીડલ ઇસ્‍ટ, કેએસએ, સીઆઈએસ અને ભારતના પ્રેસિડેન્‍ટ તથા ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્‍ટ થિયેરી સબ્‍બાઘે જણાવ્‍યું હતું કે, નિસાનની વૈશ્વિક મહત્‍વાકાંક્ષાઓમાં ભારત કેન્‍દ્રસ્‍થાને છે. છેલ્લા એક વર્ષ દરમિયાન અમે કામગીરી મજબૂત બનાવી છે, નેટવર્કનું વિસ્‍તરણ કર્યું છે અને પ્રોડક્‍ટ ઓફેન્‍સિવ વ્‍યૂહરચના અપનાવી છે જે આ બજાર પ્રત્‍યે અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. બિલકુલ નવી નિસાન ગ્રેવાઇટ એ કેવળ પ્રોડક્‍ટ લોન્‍ચ જ નથી, તે ભારતમાં નિસાન માટે ટકાઉ વળદ્ધિના તબક્કાની શરૂઆત દર્શાવે છે. ચેન્નઇમાં અમારા અલાયન્‍સ પાર્ટનર ફેસિલિટી ખાતે સ્‍થાનિક સ્‍તરે ઉત્‍પાદન અને ભવિષ્‍ય માટે તૈયાર પ્રોડક્‍ટ રોડમેપ સાથે અમે અહીં મહત્‍વના સેગમેન્‍ટ્‍સમાં સ્‍પર્ધા કરવા, વિકાસ સાધવા અને આગેવાની લેવા માટે તત્‍પર છીએ.

(2:43 PM IST)