News of Monday, 23rd February 2026
અલ મેંચોના મોત બાદ મેક્સિકોમાં ભયાનક રક્તપાત અને હિસા : એરપોર્ટ પર ૧૫ કલાકથી આતંકી કબજો : ભારતીય એલચી કચેરીએ નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી

દુનિયાના સૌથી ખતરનાક ડ્રગ માફિયા એલ મેન્ચોના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા જ આખું મેક્સિકો હિસાના ખપ્પરમાં હોમાઈ ગયું છે. મેક્સિકન સેનાના ઓપરેશનમાં એલ મેન્ચોના ખાતમા બાદ તેના સમર્થકો અને ડ્રગ કાર્ટેલના સભ્યોએ દેશભરમાં તાંડવ મચાવ્યું છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે હિસક ટોળાઓએ મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કરી તેને પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. છેલ્લા ૧૫ કલાકથી એરપોર્ટ પર હાઈજેકિગ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સેંકડો પ્રવાસીઓ ફસાયા છે.
મેક્સિકોમાં વસતા અને પ્રવાસ અર્થે ગયેલા ભારતીય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય એલચી કચેરીએ તાત્કાલિક અસરથી એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે તમામ ભારતીયોને અત્યંત સાવધ રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને સ્થાનિક સત્તાવાળાઓના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે. ખાસ કરીને જાલિસ્કો અને આસપાસના પ્રાંતો જ્યાં હિસાનું પ્રમાણ સૌથી વધુ છે, ત્યાં રહેતા ભારતીયોને સલામત સ્થળે આશ્રય લેવા અને દૂતાવાસના સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.
અહેવાલો અનુસાર, એલ મેન્ચોના વફાદાર લડવૈયાઓએ રસ્તાઓ પર સેંકડો વાહનોને આગ ચાંપી દીધી છે અને સેના સામે ખુલ્લું યુદ્ધ જાહેર કર્યું છે. એરપોર્ટ પર થયેલા હુમલામાં આતંકીઓએ ટર્મિનલની અંદર તોડફોડ કરી છે અને રનવે પર અવરોધો ઉભા કર્યા છે, જેના કારણે વિમાનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. અનેક ફલાઈટ્સને હવામાં જ અન્યત્ર ડાયવર્ટ કરવામાં આવી છે. એરપોર્ટની અંદર ગોળીબારના અવાજો પણ સાંભળવા મળ્યા છે, જેનાથી મુસાફરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુરક્ષા દળો એરપોર્ટને મુક્ત કરાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ હથિયારધારી ટોળાઓ આધુનિક હથિયારો સાથે પ્રતિકાર કરી રહ્યા હોવાથી ઓપરેશન જાટિલ બન્યું છે.
મેક્સિકોના વિવિધ શહેરોમાં દુકાનો અને સરકારી મિલકતોને નિશાન બનાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સશષ લડવૈયાઓ ખુલ્લેઆમ રસ્તાઓ પર પેટ્રોલિગ કરી રહ્યા છે અને સેનાના હેલિકોપ્ટરો પર પણ ગોળીબાર કરી રહ્યા છે. મેક્સિકન સરકારે દેશના અનેક ભાગોમાં કટોકટી જાહેર કરી છે અને વધારાની લશ્કરી ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. ડ્રગ માફિયાના સામ્રાજ્યનો અંત લાવવાના પ્રયાસમાં શરૂ થયેલું આ ઓપરેશન હવે સિવિલ વોર જેવી સ્થિતિમાં ફેરવાઈ રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને મેક્સિકન સત્તાવાળાઓ સાથે ભારતીયોની સુરક્ષા સુનિヘતિ કરવા માટે સંપર્કમાં છે.
મેક્સિકોમાં એલ મેન્ચોના મોત બાદ ફાટી નીકળેલી હિસામાં એરપોર્ટ પર આતંકીઓએ કબજો જમાવ્યો છે. ભારતીય દૂતાવાસે નાગરિકોને સુરક્ષિત રહેવા અને એડવાઈઝરીનું પાલન કરવા તાકીદ કરી છે
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
