<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

અજિત પવાર પ્‍લેન અકસ્‍માતઃ ૨૮ ફેબ્રુઆરી સુધીમાં પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર થશે

નવી દિલ્‍હી, તા.૨૩: મહારાષ્‍ટ્રના નાયબ મુખ્‍યમંત્રી અજિત પવારના વિમાનને નડેલા અકસ્‍માત અંગે કેન્‍દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્‍ય મંત્રી મોહોલે મહત્‍વનું નિવેદન આપ્‍યું છે. તેમણે જણાવ્‍યું છે કે આ અકસ્‍માતની તપાસ ચાલી રહી છે અને તેનો પ્રાથમિક અહેવાલ ૨૮ ફેબ્રુઆરી કે તે પહેલા જારી કરી દેવામાં આવશે. આ તપાસમાં ટેકનિકલ ખામી કે કોઈ અન્‍ય કારણ જવાબદાર છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

મંત્રી મોહોલે ખાતરી આપી હતી કે સુરક્ષાના ધોરણો સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. અજિત પવારના પ્‍લેન સાથે બનેલી આ ઘટના બાદ તમામ વીઆઈપી ફ્‌લાઈટ્‍સની સુરક્ષા ચકાસણી વધારી દેવામાં આવી છે. તપાસ એજન્‍સીઓ વિમાનના બ્‍લેક બોક્‍સ અને ડેટાની ચકાસણી કરી રહી છે. આ રિપોર્ટ આવ્‍યા બાદ જ સ્‍પષ્ટ થશે કે વિમાનમાં કયા સ્‍તરે ક્ષતિ રહી ગઈ હતી.

કેન્‍દ્રીય મંત્રી મોહોલે જાહેર કર્યું છે કે અજિત પવારના વિમાન અકસ્‍માતની તપાસનો પ્રાથમિક રિપોર્ટ ૨૮ ફેબ્રુઆરી સુધીમાં આવી જશે, જેનાથી અકસ્‍માતના ચોક્કસ કારણો સ્‍પષ્ટ થશે.

(3:09 PM IST)