<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

હારેલા ઉમેદવારે લોકોને આપેલી ભેટો અને રોકડ રકમ પાછી માગવા ઘરે-ઘરે ફરવાનું શરૂ કર્યું

હૈદરાબાદ તા.૨૩: તેલંગણમાં કેટલાંક શહેરોમાં ૧૦ ફેબ્રુઆરીએ નગરપાલિકાની ચૂંટણીઓ થઈ હતી. એ પહેલાં કેટલાક વોર્ડ્‍સમાં કેટલાક ઉમેદવારોએ પ્રત્‍યેક મતદીઠ લોકોને અઢીથી ત્રણ હજાર રૂપિયા વહેંચ્‍યા હતા. મહિલા મતદાતાઓને પ્રેશર કૂકર અને સાડીઓ વહેંચવામાં આવ્‍યાં હતાં. આ બધું જ ખુલ્‍લેઆમ થયું હતું. જોકે આ ઘટના પછીના એક વીક પછી જ્‍યારે ચૂંટણીનાં પરિણામો આવ્‍યાં ત્‍યારે મળેલી હારને ઉમેદવારો પચાવી ન શક્‍યા. હારેલા ઉમેદવારે પહેલાં તો લાંચ આપીને ચૂંટણીપ્રક્રિયાનો અનાદર કર્યો હતો અને ચૂંટણી હાર્યા પછી એ ભેટો અને કેશ પાછા માગવા માટે ઘરે-ઘરે ફરીને લોકશાહીને શરમાવી હતી. હૈદરાબાદથી લઈને લગભગ દસેક ગામોમાં હારેલા ઉમેદવારો અથવા તો તેમના પરિવારજનો મતદાતાઓને આપેલી રકમ તેમના ઘરે જઈને પાછી ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. જો તમે મત આપ્‍યો નથી તો અમારા આપેલા પૈસા પાછા આપો એમ કહીને લાંચરૂપે આપેલા પૈસા જનતા પાસેથી પાછા માગવામાં આવી રહ્યા છે. 

(3:27 PM IST)