News of Monday, 23rd February 2026
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા માર્ચ 2026 માટે જાહેર કરાયેલી રજાઓની યાદી મુજબ ગુજરાતમાં બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે
હોળી, રામનવમી આવવાના કારણે બેંકોમાં કામકાજ બંધ રહેશે જો માર્ચ મહિનામાં બેંક સંબંધિત કોઈ કામકાજ હોય તો વહેલુ પતાવી લેજો

નવી દિલ્હી તા.૨૩ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા માર્ચ 2026 માટે જાહેર કરાયેલી રજાઓની યાદી મુજબ, ગુજરાતમાં બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં સાપ્તાહિક રજાઓ (રવિવાર અને બીજો/ચોથો શનિવાર) તેમજ તહેવારોની રજાઓ જેમ કે, હોળી, રામનવમી આવવાના કારણે બેંકોમાં કામકાજ બંધ રહેશે. આવી સ્થિતિમાં, જો તમે માર્ચ મહિનામાં બેંક સંબંધિત કોઈ કામકાજનું આયોજન કરી રહ્યા હો, તો આ સમાચાર તમારા માટે અત્યંત ઉપયોગી છે.
ગુજરાતમાં માર્ચ 2026ની બેંક રજાઓનું લિસ્ટ
તારીખ વાર રજા / તહેવાર
૦૧ માર્ચ ૨૦૨૬ રવિવાર સાપ્તાહિક રજા
૦૩ માર્ચ ૨૦૨૬ મંગળવાર હોળી
૦૮ માર્ચ ૨૦૨૬ રવિવાર સાપ્તાહિક રજા
૧૪ માર્ચ ૨૦૨૬ શનિવાર બીજો શનિવાર (બેંક રજા)
૧૫ માર્ચ ૨૦૨૬ રવિવાર સાપ્તાહિક રજા / પાપમોચની એકાદશી
૨૦ માર્ચ ૨૦૨૬ શુક્રવાર ઉગાડી (ગુડી પડવો / તેલુગુ નવું વર્ષ)
૨૧ માર્ચ ૨૦૨૬ શનિવાર ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ)
૨૨ માર્ચ ૨૦૨૬ રવિવાર સાપ્તાહિક રજા
૨૭ માર્ચ ૨૦૨૬ શુક્રવાર રામ નવમી
૨૮ માર્ચ ૨૦૨૬ શનિવાર ચોથો શનિવાર (બેંક રજા)
૨૯ માર્ચ ૨૦૨૬ રવિવાર સાપ્તાહિક રજા / કામદા એકાદશી
૩૧ માર્ચ ૨૦૨૬ મંગળવાર મહાવીર જયંતી
રાજ્ય પ્રમાણે રજાઓ અલગ-અલગ
ભારતમાં બેંક રજાઓ દેશભરમાં એકસરખી હોતી નથી. RBIની માર્ગદર્શિકા મુજબ દરેક રાજ્યમાં સ્થાનિક તહેવારો અને પરિસ્થિતિઓને આધારે રજાઓ નક્કી થાય છે. એટલે કે, એક રાજ્યમાં બેંક બંધ હોય ત્યારે બીજા રાજ્યમાં કામકાજ સામાન્ય રીતે ચાલુ રહી શકે છે. ચોક્કસ માહિતી મેળવવા માટે ગ્રાહકોએ RBIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
