<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક ટેરિફની જાહેરાત બાદ કારોબારી સપ્તાહની શરૂઆતમાં ચાંદીના ભાવમાં મોટો ઉછાળો : ચાંદીની કિંમતમા એક જ ઝાટકે આશરે રૂપિયા 20,000 સુધી વધી ગયા

ચીન વિશ્વમાં કોમોડિટીઝનો મુખ્ય ગ્રાહક છે નવા વર્ષની રજાઓ પછી ત્યાં ઔદ્યોગિક માંગ ફરી શરૂ થાય છે આનાથી ચાંદીની માંગ વધવાની અપેક્ષાઓ વધી છે જેના કારણે ભાવમાં વધારો થયો હોવાનું અનુમાન

નવી દિલ્હી તા.૨૩ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક ટેરિફની જાહેરાત બાદ કારોબારી સપ્તાહની શરૂઆતમાં ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. રોકાણકારોને ચોંકાવતા ચાંદીની કિંમત એક જ ઝાટકે આશરે રૂપિયા 20,000 સુધી વધી ગયો છે.

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના ડેટા પ્રમાણે MCX માં રૂપિયા 13000 થી વધુનો વધારો નોંધાયો હતો અને ચાંદીમાં લગભગ રૂપિયા 19986નો ઉછાળો આવ્યો અને તે એક નવા સ્તરે પહોંચ્યો.

ચાંદીના તાજેતરના ભાવ શું છે?

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે 5 માર્ચની ડિલિવરી માટે ચાંદીનો ભાવ 4.65% વધીને રૂપિયા 11,756 વધીને રૂપિયા 2,64,700 (Silver Rate Today) પ્રતિ કિલોગ્રામ થયો છે.

 

ટ્રેડિંગ દરમિયાન તે રૂપિયા 2,60,028 ની નીચી સપાટી અને રૂપિયા 2,68,875 ની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. પાછલા ટ્રેડિંગ સત્ર દરમિયાન તે રૂપિયા 2,52,944 પર બંધ થયો હતો.

 

શુક્રવારે IBJA પર ચાંદીનો ભાવ રૂપિયા 2,45,564 પ્રતિ કિલોગ્રામ હતો. આજે તે વધીને રૂપિયા 2,65,550 પ્રતિ કિલોગ્રામ થયો, જે એક જ ઝટકામાં લગભગ રૂપિયા 20,000 નો વધારો દર્શાવે છે.

 

દરમિયાન, વૈશ્વિક બજારમાં બપોરે 3 વાગ્યા સુધીમાં લગભગ 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો, અને ભાવ $4.10 વધીને $86 પ્રતિ ઔંસને પાર થયો.

લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ સમાચાર

 

   

આ ઉછાળાના 3 મુખ્ય કારણો સમજાવે છે

 

હવે મોટો પ્રશ્ન એ છે કે ચાંદીમાં અચાનક જ કેમ આટલો મોટો ઉછાળો આવ્યો છે. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ ત્રણ મુખ્ય કારણો જણાવ્યા છે.

 

એક્સપાયરીની અસર

ચાંદીના વાયદા કરાર સમાપ્તિના આરે છે. સમાપ્તિ સમયે ઘણીવાર શોર્ટ-કવરિંગ થાય છે, જેના કારણે ભાવમાં તીવ્ર વધારો થાય છે. આ વખતે પણ આ જ વલણ જોવા મળ્યું.

 

ચીનમાં લૂનર ન્યુ યર પૂરું

ચીન વિશ્વમાં કોમોડિટીઝનો મુખ્ય ગ્રાહક છે. ચંદ્ર નવા વર્ષની રજાઓ પછી ત્યાં ઔદ્યોગિક માંગ ફરી શરૂ થાય છે. આનાથી ચાંદીની માંગ વધવાની અપેક્ષાઓ વધી છે, જેના કારણે ભાવમાં વધારો થયો છે.

(4:51 PM IST)