News of Monday, 23rd February 2026
આ માત્ર દબાણ હટાવવાની ઝુંબેશ નથી, પરંતુ ગુનેગારોના સામ્રાજ્યને તોડવાની કાર્યવાહી: જંગલેશ્વર ડિમોલિશન અંગે હર્ષ સંઘવીનું નિવેદન
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું - અસામાજિક તત્વોએ દાદાગિરીથી સરકારી પ્લોટ કબજે કર્યા હતા. ત્યાં આલીશાન ઘરો બનાવીને તેઓ ગરીબ લોકોને ભાડે આપતા હતા. મોટાભાગના રહીશો ત્યાં ભાડે રહેતા

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે દબાણો પર તંત્રના બુલડોઝર ફરી વળ્યા છે. આ કામગીરી અંગે વિગતો આપતા હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું હતું કે આ માત્ર દબાણ હટાવવાની ઝુંબેશ નથી, પરંતુ ગુનેગારોના સામ્રાજ્યને તોડવાની કાર્યવાહી છે. જંગલેશ્વરમાં આજે સંપૂર્ણ દબાણ દૂર કરવાની સાથે ફેઝ-1 ડિમોલિશનનું કામ સફળતાપૂર્વક શરૂ કરી દેવામાં આવ્યું છે.
અસામાજિક તત્વોએ દાદાગિરીથી સરકારી પ્લોટ કબજે કર્યા હતા. ત્યાં આલીશાન ઘરો બનાવીને તેઓ ગરીબ લોકોને ભાડે આપતા હતા. મોટાભાગના રહીશો ત્યાં ભાડે રહેતા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન હત્યાનો પ્રયાસ, મારામારી અને જુગારના અડ્ડા ચલાવતા અનેક રીઢા ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા છે.
ડિમોલિશન દરમિયાન તપાસમાં ગાંજો અને પોશ ડોડા સહિતની નશીલી સામગ્રી પણ મળી આવી છે, જે દર્શાવે છે કે આ દબાણો ગુનાખોરીના કેન્દ્ર સમાન હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોને પરેશાન કરતી દાદાગિરી સાંખી લેવામાં આવશે નહીં. સરકારી જમીન ખુલ્લી કરાવીને ત્યાં કાયદો અને વ્યવસ્થાનું શાસન સ્થાપિત કરવામાં આવશે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
