News of Tuesday, 24th February 2026
ભારત સરકાર ગોલ્ડ ઇમ્પોર્ટ અને ટેક્સ છૂટને લઈને મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
ડોમેસ્ટિક માર્કેટને સુરક્ષિત રાખવાનો અને ગોલ્ડ ઇમ્પોર્ટમાં અચાનક આવેલી તેજીને કંટ્રોલ કરવાનો હેતુ : યુએઈ સાથે ટ્રેડ ડીલ બાદ ગોલ્ડ આયાતમાં આવેલો મોટા ઉછાળાએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે અને હવે નવી સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહી છે

નવી દિલ્હી તા.૨૪: ભારત સરકાર ગોલ્ડ ઇમ્પોર્ટ અને ટેક્સ છૂટને લઈને મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. ખાડી દેશો સાથે થનારી ટ્રેડ ડીલમાં સરકાર ગોલ્ડ પર ટેરિફમાં છૂટ ન આપવાના સંકેત આપી રહી છે. જેનો હેતુ ડોમેસ્ટિક માર્કેટને સુરક્ષિત રાખવાનો અને ગોલ્ડ ઇમ્પોર્ટમાં અચાનક આવેલી તેજીને કંટ્રોલ કરવાનો છે. ખાસ કરીને યુએઈ સાથે ટ્રેડ ડીલ બાદ ગોલ્ડ આયાતમાં આવેલો મોટા ઉછાળાએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે અને હવે નવી સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહી છે.
ભારત સરકાર ગોલ્ડને લઈને મોટું અને ખૂબ જ મહત્વનું પગલું ભરવાની તૈયારીમાં છે. ખાડી દેશોના સમૂહ ઞ્ઘ્ઘ્ સાથે પ્રસ્તાવિત ટ્રેડ ડીલમાં સરકાર ગોલ્ડ પર ટેરિફમાં કોઈ છૂટ ન આપવાનો નિર્ણય લઈ શકે છે. જેની સીધી અસર ગોલ્ડ ઇમ્પોર્ટ પર થઈ શકે છે. સરકારનું આ પગલું ડોમેસ્ટિક માર્કેટને સુરક્ષિત રાખવા અને ગોલ્ડ આયાત પર કંટ્રોલ જાળવી રાખવાના હેતુથી ભરવામાં આવી રહ્યું છે.
સરકારના એક સિનિયર સોર્સ અનુસાર, ભારતે તાજેતરમાં જ ઓમાન સાથે થયેલા ટ્રેડ એગ્રીમેન્ટમાં પણ ગોલ્ડ અને સિલ્વરને ટેરિફ છૂટથી બહાર રાખ્યું હતું. આ સ્ટ્રેટેજી હવે GCC સાથે થનારી ટ્રેડ ડીલમાં પણ અપનાવવામાં આવી શકાય છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે સરકાર ગોલ્ડને લઈને ખૂબ જ સતર્ક છે અને ટેક્સમાં રાહત આપવાના મૂડમાં નથી.
સરકારની ચિંતાનું સૌથી મોટું કારણ શ્ખ્ચ્ સાથે થયેલો પાછલો અનુભવ છે. ભારત અને UAE વચ્ચે CEPA ટ્રેડ એગ્રીમેન્ટ મે ૨૦૨૨માં લાગુ થયું હતું. આ કરાર હેઠળ ભારતે ગોલ્ડ ઇમ્પોર્ટ પર ટેરિફમાં છૂટ આપી હતી અને એક નિヘતિ કોટા અંતર્ગત માત્ર ૧% કસ્ટમ ડ્યુટી પર ગોલ્ડ આયાતની મંજૂરી આપવામાં આવી હતી.
જેની અસર થઈ કે UAEથી ભારતમાં ગોલ્ડ ઇમ્પોર્ટ ઝડપથી વધ્યો હતો. FY22માં UAEથી ગોલ્ડ આયાત ૫.૮ અબજ ડોલરનું હતું, જે FY25 સુધીમાં વધીને લગભગ ૧૬.૮ અબજ ડોલર સુધી વધી ગયું હતું. એટલે માત્ર ત્રણ વર્ષમાં ગોલ્ડ આયાત લગભગ ત્રણ ગણી થઈ ગઈ હતી. આ ઝડપી વધારાએ સરકારની ચિતા વધારી છે.
ટ્રેડ એક્સપર્ટ્સનું કહેવું છે કે ટેરિફ છૂટનો કેટલીક બાબતોમાં ખોટો ઉપયોગ થયો હતો. કેટલીક આયાત એવી હતી કે જે નિયમો અનુસાર પાત્ર નહોતી, પરંતુ તેમ છતાં ઓછા ટેક્સનો ફાયદો ઉઠાવાયો હતો. જે બાદ સરકારને નિયમો કડક કરવા પડ્યા હતા અને દેખરેખ વધારવી પડી હતી.
હવે સરકાર GCC સાથે થનારી ટ્રેડ ડીલમાં આવી સ્થિતિથી બચવા માંગે છે. GCCમાં UAE, સાઉદી અરબ, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીન જેવા મોટા ગોલ્ડ ટ્રેડિગ દેશો સામેલ છે. જો આ દેશોને ટેરિફમાં છૂટ આપવામાં આવે છે, તો ભારતમાં ગોલ્ડ આયાત ઝડપથી વધી શકે છે.
ભારત અને ઞ્ઘ્ઘ્ દેશો વચ્ચે બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે અને FY25માં તે ૧૭૯ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. ભારત આ દેશોને ટેક્સટાઇલ, જ્વેલરી, ફાર્મા અને એન્જાિનિયરિગ સામાન એક્સપોર્ટ કરે છે, જ્યારે બદલામાં કાચું તેલ અને ગેસ એનર્જી જેવા પ્રોડક્ટ્સ આયાત કરે છે.
સરકારનું માનવું છે કે ગોલ્ડ પર ટેરિફ છૂટ આપવાથી ઘરેલુ જ્વેલરી ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ બેલેન્સ પર પ્રેશર આવી શકે છે. જેથી સરકાર હવે ગોલ્ડને ટ્રેડ ડીલમાં સંવેદનશીલ કેટેગરીમાં રાખી રહ્યું છે.
સવાલઃ સરકાર ગોલ્ડને લઈને કેમ મોટું પગલું ભરવા જઈ રહી છે?:- જવાબઃ સરકાર ખાડી દેશોના સમૂહ GCC (Gulf Cooperation Council) સાથે થનારી ટ્રેડ ડીલમાં ગોલ્ડ પર ટેરિફમાં છૂટ ન આપવાની તૈયારીમાં છે. જેનો અર્થ છે કે ગોલ્ડ ઇમ્પોર્ટ પર વર્તમાન ટેક્સ સ્ટ્રક્ચરમાં રાહત મળવાની સંભાવના ઓછી છે. સરકાર ગોલ્ડને સંવેદનશીલ કેટેગરીમાં રાખીને ડોમેસ્ટિક માર્કેટને સુરક્ષિત રાખવા માંગે છે.
સવાલઃ સરકાર ગોલ્ડ પર ટેક્સમાં છૂટ આપવાથી પાછળ કેમ હટી રહી છે? :- જવાબઃ આનું મુખ્ય કારણ યુએઈ સાથેના ટ્રેડ એગ્રીમેન્ટનો અનુભવ છે. તે કરારમાં ભારતે સોનાની આયાત પર ટેરિફમાં છૂટ આપી હતી. જે બાદ યુએઈમાંથી સોનાની આયાત ઝડપથી વધી, જેના કારણે સરકારને ચિતા થઈ કે વધુ પડતી છૂટ આપવાથી દેશમાં સોનાની આયાતમાં અનિયંત્રિત વધારો થઈ શકે છે.
સવાલઃ UAEથી ગોલ્ડ ઇમ્પોર્ટમાં કેટલો વધારો થયો? :- જવાબઃ UAEથી ભારતમાં ગોલ્ડ ઇમ્પોર્ટ FY22માં ૫.૮ અબજ ડોલર હતું, જે FY25 સુધી વધીને લગભગ ૧૬.૮ અબજ ડોલર થઈ ગયું. એટલે કે માત્ર ૩ વર્ષમાં ગોલ્ડ આયાત લગભગ ૩ ગણી વધી ગઈ હતી. આ તેજી ટેરિફ છૂટ મળ્યા બાદ જોવા મળી હતી, જેણે સરકારને સતર્ક કરી દીધી હતી.
સવાલઃ સરકારે પહેલાં કયા એગ્રીમેન્ટમાં ગોલ્ડને બહાર રાખ્યું હતું:- જવાબઃ ભારતે તાજેતરમાં જ ઓમાન સાથે કરેલા Comprehensive Economic Partnership Agreement (CEPA)માં ગોલ્ડ અને સિલ્વરના ટેરિફ છૂટની લિસ્ટથી બહાર રાખ્યું હતું. સરકારે આવું ઘરેલુ માર્કેટ અને ઇન્ડસ્ટ્રીના હિતોની રક્ષા માટે કર્યું હતું. હવે તે સ્ટ્રેટેજીને GCC સાથે થનારી ડીલમાં પણ અપનાવવામાં આવી શકાય છે.
સવાલઃ GCC શું છે અને તેમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? :- જવાબઃ GCC ખાડી દેશોનું એક ગ્રુપ છે, જેમાં UAE, સાઉદી અરબ, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીનનો સમાવેશ થાય છે. આ દેશો ગોલ્ડ ટ્રેડ અને એનર્જી સપ્લાયમાં ભારત માટે ખૂબ જ મહત્વના છે. ભારત અને GCC દેશો વચ્ચે FY25માં કુલ ટ્રેડ ૧૭૯ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે.
સવાલઃ જો ગોલ્ડ પર ટેરિફ છૂટ નથી આપવામાં આવી તો શું અસર થશે? :- જવાબઃ જો સરકાર ગોલ્ડ પર ટેરિફમાં છૂટ નથી આપતું, તો ગોલ્ડ ઇમ્પોર્ટની ગતિ પર કંટ્રોલ થશે. જેનાથી ડોમેસ્ટિક જ્વેલરી માર્કેટ અને ટ્રેડ બેલેન્સ પર પ્રેશર ઘટી શકે છે. સાથે જ સરકારને ટેક્સ આવકમાં પણ નુકસાન નહીં થાય.
સવાલઃ સરકારનો આ નિર્ણય સામાન્ય લોકો અને માર્કેટ માટે કેમ મહત્વનો? :- જવાબઃ ભારત દુનિયાના સૌથી મોટા સોનાના ગ્રાહકમાંથી એક છે. જો ગોલ્ડ પર ટેક્સ ઘટાડવામાં આવે છે, તો ઇમ્પોર્ટ વધે છે અને તેની અસર દેશની ઇકોનોમી અને કરન્સી પર પડે છે. જેથી સરકારનો આ નિર્ણય ગોલ્ડના ભાવ, જ્વેલરી ઇન્ડસ્ટ્રી અને બધા જ કમોડિટી માર્કેટ માટે મહત્વનું માનવામાં આવે છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
