<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

હે ભગવાન, મારી સાસુથી મને મુક્‍તિ અપાવોઃ તેને ઉઠાવી લોઃ મંદિરની દાનપેટીમાંથી વિચિત્ર ચિઠ્ઠી નીકળી

આ ચિઠ્ઠી કોઈ સામાન્‍ય પરચી પર નહીં પણ ૧૦૦ રૂપિયાની નોટ પર લખેલી હતી અને તેમાં ભગવાન પાસેથી એક વિચિત્ર પ્રાર્થના કરી હતી

બેલગાવી તા.૨૪: કર્ણાટકના બેલગાવી જિલ્‍લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્‍યા છે. રાયબાગ તાલુકાના ખંડલ ગામમાં આવેલા હુલિકંટેશ્વર મંદિરની દાનપેટીમાંથી મંદિર કર્મચારીઓને એક  ચિઠ્ઠી મળી છે, જેને સૌને ચોંકાવી દીધા છે. આ ચિઠ્ઠી કોઈ સામાન્‍ય પરચી પર નહીં, પણ ૧૦૦ રૂપિયાની નોટ પર લખેલી હતી અને તેમાં ભગવાન પાસેથી એક વિચિત્ર પ્રાર્થના કરી હતી.

મંદિરમાં હાલમાં મેળો ભરાયો છે. આ મેળો ખતમ થયા બાદ જ્‍યારે દાનપેટી ખોલવામાં આવી અને પછી આવેલા દાનની ગણતરી થઈ, ત્‍યારે આ ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં લખ્‍યું હતું: ભગવાન, મારી તકલીફ દૂર કરો, આવતા વર્ષના જત્રા (મેળા) પહેલા મરી જાય. આ મેસેજ વાંચી મંદિર પ્રશાસન પણ ચોંકી ગયું. મોટા ભાગે ભક્‍તો દાનપેટીમાં પોતાની સારી મનોકામના લખતા હોય છે. જેમ કે ઘરમાં સુખ-શાંતિ, નોકરી, સંતાન, પૈસા, સ્‍વાસ્‍થ્‍ય અથવા પરિવારની ખુશહાલી. પણ કોઈના મરવાની દુઆ લખી ભગવાન આગળ રાખવાનો આ દુર્લભ કિસ્‍સો છે.

મંદિર પ્રશાસને આ અંગે જણાવ્‍યું કે, આ સમજાતું નથી કે આ મેસેજ વહુએ લખ્‍યો છે કે જમાઈએ. કેમ કે નોટ પર કોઈ નામ અથવા ઓળખ નહોતી. તેઓ પણ માને છે કે આટલા વર્ષની નોકરીમાં આવી માનતા પહેલા ક્‍યારેય જોઈ નથી.

ઘટના સામે આવતા જ ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકો અલગ અલગ પ્રકારની વાતો કહી રહ્યા છે. કોઈ તેને ગંભીર પારિવારિક તણાવનું પરિણામ માની રહ્યા છે. તો અમુક લોકો તેને મજાક અથવા ગુસ્‍સામાં લખાયેલી નોટ સમજી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ વાયરલ થઈ રહ્યું છે.

મંદિર પ્રશાસનનું કહેવું છે કે તેઓ આ નોટને ખાલી અનોખી પ્રાર્થના માનીને છોડી રહ્યા છે. આ કોઈ તપાસનો મામલો નથી. તેમના જણાવ્‍યા અનુસાર, દરેક ભક્‍ત પોતાની ભાવના સાથે દાનપેટીમાં કંઈને કંઈક નાખતા હોય છે. આ પણ તેનો જ એક ભાગ છે પણ ચોંકાવનારો

 

(10:04 AM IST)