News of Tuesday, 24th February 2026
મેક્સિકોમાં ડ્રગ માફિયાની હત્યા બાદ ગેરિલા યુદ્ધ ફાટી નીકળ્યું
સમગ્ર મેક્સિકોમાં ફાટી નીકળેલી હિંસા સવાર સુધીમાં વધુ વણસીઃ સમર્થકો અને હરીફ ગેંગ વચ્ચેનો જંગ હવે સિનાલોઆ અને માચોઆકાન પ્રાંતમાં સ્થિતિ નિયંત્રણ બહાર

મેક્સિકોના સૌથી શક્તિશાળી અને ખતરનાક ડ્રગ માફિયાના સફાયા બાદ સમગ્ર દેશમાં ફાટી નીકળેલી હિંસા આજે સવાર સુધીમાં વધુ વણસી છે. માફિયા ડોનની હત્યાના પ્રતિશોધમાં તેના સમર્થકો અને હરીફ ગેંગ વચ્ચે શરૂ થયેલું લોહિયાળ જંગ હવે ગેરિલા યુદ્ધમાં પરિવર્તિત થઈ ગયું છે. મેક્સિકોના સિનાલોઆ અને માચોઆકાન પ્રાંતમાં સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે. આજે વહેલી સવાર સુધીમાં મળતા અહેવાલો મુજબ, ડ્રગ કાર્ટેલના સભ્યોએ મુખ્ય હાઇવે પર સેંકડો વાહનોને આગ ચાંપી દીધી છે અને સેનાના કાફલા પર આધુનિક હથિયારોથી હુમલા તેજ કર્યા છે.
સ્થાનિક વહીવટીતંત્રે અનેક શહેરોમાં કરફયુ જેવી સ્થિતિ જાહેર કરી છે, તેમ છતાં સશષ જૂથો ખુલ્લેઆમ રસ્તાઓ પર પેટ્રોલિગ કરી રહ્યા છે. હોસ્પિટલો ઈજાગ્રસ્તોથી ઉભરાઈ રહી છે અને સામાન્ય નાગરિકો ઘરોમાં કેદ થઈ ગયા છે. મેક્સિકન સરકારે હિસાને ડામવા માટે વધારાની પંદર હજાર સૈનિકોની ટુકડી તૈનાત કરી છે, પરંતુ ડ્રગ માફિયાઓના આંતરિક નેટવર્ક સામે સુરક્ષા દળોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી તરફ, કેરેબિયન સમુદ્રમાં આજે વહેલી સવારે અમેરિકી નૌસેના અને કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવેલા એક મોટા ઓપરેશનમાં અન્ય ત્રણ કુખ્યાત ડ્રગ માફિયાઓને ઠાર કરવામાં આવ્યા છે. અમેરિકી સંરક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માફિયાઓ મોટી માત્રામાં પ્રતિબંધિત નશીલા દ્રવ્યોનો જથ્થો લઈને અમેરિકાની સરહદ તરફ આગળ વધી રહ્યા હતા.
સમુદ્રની વચ્ચે થયેલી આ અથડામણમાં અમેરિકી સેનાએ ડ્રોન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને માફિયાઓની બોટને ફૂંકી મારી હતી.
નિષ્ણાતોના મતે, મેક્સિકોમાં ચાલી રહેલી હિસા અને કેરેબિયન સમુદ્રમાં થયેલી આ હત્યાઓ વચ્ચે સીધો સંબંધ રહેલો છે.
મેક્સિકોમાં મુખ્ય માફિયાની હત્યા બાદ ડ્રગ સપ્લાયની આખી સાંકળ વેરવિખેર થઈ ગઈ છે. કેરેબિયન માર્ગે સક્રિય અન્ય માફિયાઓ આ તકનો લાભ લઈને પોતાનું વર્ચસ્વ જમાવવા અને માલની હેરાફેરી તેજ કરવા પ્રયાસ કરી રહ્યા હતા. અમેરિકી ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે મેક્સિકોમાં સર્જાયેલી અરાજકતાનો ફાયદો ઉઠાવીને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ નવા રૂટ તૈયાર કરી રહી છે, જેને રોકવા માટે અમેરિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે.
હાલમાં મેક્સિકોની સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેક્સિકન પ્રમુખે શાંતિ જાળવવાની અપીલ કરી છે, પરંતુ હરીફ ગેંગ વચ્ચે સત્તાના સંઘર્ષને કારણે આગામી દિવસોમાં હિસા વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય સમુદાય પણ લેટિન અમેરિકાના આ દેશમાં સર્જાયેલી અસ્થિરતા પર નજર રાખી રહ્યો છે, કારણ કે આ હિસાની અસર પડોશી દેશોની સુરક્ષા પર પણ પડી રહી છે.
કાર્ટેલ યુદ્ધમાં પヘમિી પ્રાંતો સ્મશાનવત બન્યાઃ કેરેબિયન સમુદ્રમાં અમેરિકાનું મોટું ઓપરેશનઃ મુખ્ય હાઇવે પર સેંકડો વાહનોને આગ ચાંપી દીધીઃ સેનાના કાફલા પર આધુનિક હથિયારોથી હુમલા તેજ બન્યાઃ અનેક શહેરોમાં કરફયુ જેવી સ્થિતિઃ ડ્રગ સપ્લાયની આખી સાંકળ વેરવિખેર
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
