<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

અમેરિકાને કારણે શેરબજારમાં ૭૯૦ પોઇન્‍ટનો કડાકોઃ રોકાણકારોનાં ૩ લાખ કરોડ ડૂબ્‍યા

મુબ્‍ંઇ તા.૨૪: મંગળવારે સ્‍થાનિક શેરબજાર નબળા દેખાવ સાથે ખુલ્‍યું. નબળા વૈશ્વિક સંકેતો અને યુએસ વેપાર નીતિઓને લગતી વધતી અનિヘતિતાએ ભારતીય બજારોને સ્‍પષ્ટપણે અસર કરી. શરૂઆતના ટ્રેડિગમાં BSE સેન્‍સેક્‍સ ૭૯૦ પોઈન્‍ટ ઘટીને ૮૨,૫૦૩  થયો. NSE નિફટી ૫૦ પણ આશરે ૨૨૦ પોઈન્‍ટ ઘટીને ૨૫,૪૯૨ ના સ્‍તરની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. શેરબજાર તુટતા રોકાણકારોના ૩ લાખ કરોડ ડૂબી ગયા છે. આઇટી ઓટો શેર વધુ તુટયાં હતાં.

બજારમાં ઘટાડાનું મુખ્‍ય કારણ યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા તાજેતરમાં નવા કામચલાઉ વૈશ્વિક ટેરિફની જાહેરાત હતી. તેમણે ૧૫ ટકા સુધીના વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી છે. તેમણે એવા દેશોને પણ ચેતવણી આપી છે જે તાજેતરમાં હસ્‍તાક્ષર કરાયેલા વેપાર કરારોમાંથી ખસી શકે છે.

જોકે યુએસ સુપ્રીમ કોર્ટે આ ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે, પરંતુ નીતિની આસપાસની અનિヘતિતાએ વૈશ્વિક રોકાણકારોમાં ચિંતા વધારી છે. આની સીધી અસર ભારત સહિત ઉભરતા બજારો પર પડી છે.

 

(10:59 AM IST)