<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

બેંગ્લોરમાં ઓનલાઇન સટ્ટાબાજીનું મહાકૌભાંડ: ૨,૩૦૦ કરોડથી વધુના કાળા કારોબારનો પર્દાફાશ

કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાંથી એક ચોંકાવનારું ઓનલાઇન સટ્ટા અને બેટિંગ કૌભાંડ ઝડપાયું છે, જેમાં અત્યાર સુધીની તપાસમાં ૨,૩૦૦ કરોડ રૂપિયાથી વધુના ગેરકાયદેસર વ્યવહારોની વિગતો સામે આવી છે. આ કૌભાંડના તાર આંતરરાષ્ટ્રીય સ્તર સુધી જોડાયેલા છે. કૌભાંડીઓ વિવિધ વેબસાઈટ અને એપ્લિકેશન દ્વારા લોકો પાસેથી સટ્ટાના નામે પૈસા ઉઘરાવતા હતા અને તેને ડમી બેંક ખાતાઓ દ્વારા વિદેશમાં ટ્રાન્સફર કરતા હતા. પોલીસે આ કેસમાં અનેક લોકોની ધરપકડ કરી છે અને મોટી સંખ્યામાં મોબાઈલ ફોન, લેપટોપ અને બેંક પાસબુક જપ્ત કરી છે. 

(2:06 PM IST)