<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

કાટમાળના ઢગલા અને લાચાર ચહેરાઃ અનેક ગેરકાયદે બાંધકામો જમીનદોસ્‍ત

શહેરમાં જંગલેશ્વર વિસ્‍તારમાં મનપા દ્વારા હાથ ધરવામાં આવેલું મેગા ડિમોલીશન અંતિમ તબક્કામાં પહોંચ્‍યુ છે. બપોરના ર વાગ્‍યા સુધીમાં ૧ર૦૦ થી વધુ બાંધકામો તોડી પાડવામાં આવ્‍યા છે. સાંજ સુધીમાં તમામ મકાનોનો કડુસલો થઇ ગયો છે. અનેક મકાનો સંપુર્ણપણે તોડી પાડવામાં આવ્‍યા છે અને આખો વિસ્‍તાર કાટમાળમાં ફેરવાઇ ગયો છે. જેસીબી મશીનો દ્વારા સતત બાંધકામો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. સુરક્ષા માટે મોટી સંખ્‍યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્‍યા છે, જેથી કામગીરીમાં કોઇ અવરોધ ન આવે. તસ્‍વીરોમાં સ્‍થાનિક રહીશો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો, પોતાના ઘર ગુમાવ્‍યા બાદ લાચાર સ્‍થિતિમાં બેઠેલા જોવા મળે છે. કેટલાક લોકો પોતાનો સામાન બચાવવા કે ખસેડવા માટે મથામણ કરી રહયા છે. જે ઉપરોકત તસ્‍વીરમાં નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(2:41 PM IST)