News of Tuesday, 24th February 2026
‘ટનાટન' સરકારના પ્રણેતા અને પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ‘અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે : પારિવારિક નાતો : જુના સંસ્મરણો તાજા કર્યા : વિવિધ મુદ્દે વાતચીત

રાજકોટઃ ગુજરાતની અગાઉની ‘ટનાટન' સરકારના પ્રણેતા અને પુર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં મંત્રી પદે રહી ચુકેલા શંકરસિંહ વાઘેલા સાથે ‘અકિલા' પરિવારનો ઘણો જુનો નાતો છે અને એ સંદર્ભે તેઓ જયારે પણ રાજકોટની મુલાકાતે આવે છે ત્યારે ‘અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવતા હોય છે. તાજેતરમાં પણ તેઓ રાજકોટની ઉડતી મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન તેઓ ‘અકિલા'ની મુલાકાત લેવાનું ચુકયા ન હતા અને તેમણે‘ અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વિવિધ રાજકીય બાબતો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. આ પ્રસંગે જાણીતા અગ્રણીઓ શ્રી વાસુદેવ પટેલ, શ્રી વિજય ચૌહાણ, શ્રી બિપીનભાઇ રાવલ, શ્રી કૌશીકસિંહ જાડેજા ઉપસ્થિત રહયા હતા. તે સમયની તસ્વીર. તસ્વીરમાં તેઓ કિરીટભાઇ ગણાત્રાનું અભિવાદન કરતા નજરે પડે છે. તથા નીચેની તસ્વીરમાં તેઓ વિવિધ લાક્ષણીક મુદ્રામાં નજરે પડે છે. ‘બાપુ' તરીકે જાણીતા એવા પીઢ રાજકારણીનો જુસ્સો અને જોમ હજુ પણ અકબંધ જણાઇ રહયો છે. ચારથી પાંચ દાયકાઓથી પણ વધુ સમયથી રાજકારણમાં રહેલા શંકરસિંહ આગામી દિવસોમાં ગુજરાતમાં અનેકવિધ કાર્યક્રમો થકી છવાશે એ નક્કી છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
